Yashasvi Jaiswal Record: યશસ્વી જયસ્વાલે વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ડોમિનિકા ટેસ્ટમાં ટીમ ઈન્ડિયા માટે ડેબ્યૂ કર્યું હતું. આ સાથે જ આ ખેલાડીએ પોતાના ટેસ્ટ ડેબ્યૂમાં સદીનો આંકડો પાર કર્યો. પરંતુ શું તમે જાણો છો કે ટેસ્ટ ઈતિહાસમાં કયા ભારતીય ઓપનરે પોતાની ડેબ્યૂ મેચમાં સદી ફટકારી છે? યશસ્વી જયસ્વાલ ડેબ્યૂ ટેસ્ટમાં સદી ફટકારનાર ભારતનો ત્રીજો ઓપનર છે. શિખર ધવન ટેસ્ટ ડેબ્યૂમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય ઓપનર છે. આ ખેલાડીએ વર્ષ 2013માં ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. શિખર ધવને પોતાની ટેસ્ટ ડેબ્યૂમાં 187 રનની ઇનિંગ રમી હતી.


પૃથ્વી શૉ ભારત માટે ટેસ્ટ ડેબ્યૂમાં સદી ફટકારનાર ત્રીજો ઓપનર


પૃથ્વી શૉ ભારત માટે ટેસ્ટ ડેબ્યૂમાં સદી ફટકારનાર બીજો ઓપનર છે. આ ખેલાડીએ વર્ષ 2018માં વેસ્ટ ઈન્ડિઝ સામે ડેબ્યૂ કર્યું હતું. પૃથ્વી શૉએ પોતાની ડેબ્યૂ ટેસ્ટ મેચમાં 134 રનની ઇનિંગ રમી હતી. હવે આ યાદીમાં યશસ્વી જયસ્વાલ જોડાઈ ગયા છે. યશસ્વી જયસ્વાલ ભારત માટે ટેસ્ટ ડેબ્યૂમાં સદી ફટકારનાર ત્રીજો ઓપનર બની ગયો છે. ભારત માટે અત્યાર સુધી ત્રણ ઓપનર બેટ્સમેનોએ ટેસ્ટ ડેબ્યૂમાં સદી ફટકારી છે.




ડોમિનિકામાં યશસ્વી જયસ્વાલે શાનદાર સદી ફટકારી  


યશસ્વી જયસ્વાલે વેસ્ટ ઈન્ડિઝ સામે ડોમિનિકા ટેસ્ટમાં ભારત માટે ડેબ્યુ કર્યું હતું. યશસ્વી જયસ્વાલે પોતાના ડેબ્યૂ ટેસ્ટમાં જ શાનદાર સદી ફટકારી હતી. યશસ્વી જયસ્વાલ બીજા દિવસની રમતના અંતે 350 બોલમાં 143 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો. અત્યાર સુધી યશસ્વી જયસ્વાલે પોતાની ઇનિંગમાં 14 ચોગ્ગા ફટકાર્યા છે. આ પહેલા રોહિત શર્માએ તેની 10મી ટેસ્ટ સદી ફટકારી હતી. રોહિત શર્માએ 221 બોલમાં 103 રનની ઇનિંગ રમી હતી. આ સાથે જ ભારતીય ટીમે બીજા દિવસની રમત પૂરી થવા સુધી 2 વિકેટે 312 રન બનાવી લીધા છે.


ટીમ ઈન્ડિયા પ્લેઈંગ ઈલેવન


રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, રવીન્દ્ર જાડેજા, ઈશાન કિશન (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, શાર્દૂલ ઠાકુર, જયદેવ ઉનડકટ અને મોહમ્મદ સિરાજ.


વેસ્ટઈન્ડિઝ પ્લેઇંગ-11


ક્રેગ બ્રાથવેટ(કેપ્ટન), તેજનારાયણ ચંદ્રપોલ, રેમન રીફર, જર્માઈન બ્લેકવુડ, એલીક એથાનાઝ, જોશુઆ દા સિલ્વા(વિકેટકીપર), જેસન હોલ્ડર, રહકીમ કોર્નવોલ, અલ્ઝારી જોસેફ, કેમર રોચ અને જોમેલ વોરિકન.


Join Our Official Telegram Channel:


https://t.me/abpasmitaofficial