IND vs ZIM, 2nd ODI: ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે આજે સીરીઝની બીજી વનડે મેચ રમાઇ રહી છે. ત્રણ મેચોની વનડે સીરીઝમા ભારતીય ટીમ પ્રથમ વનડે મેચ જીતીને સીરીઝમાં 1-0ની લીડ બનાવી ચૂકી છે. ભારતીય ટીમના કેપ્ટને કેએલ રાહુલે બીજી વનડેમાં ટૉસ જીતીને પહેલા બૉલિંગ કરવાનો નિર્ણય કર્યો છે.  યજમાન ટીમે 18 ઓવરમાં 4 વિકેટના નુકસાન પર 61 રન બનાવી લીધા છે. સિકંદર રઝા 11 અને સીન વિલિયમ્સ 19 રને રમતમાં છે.


સંજુ સેમસને ઝડપ્યો શાનદાર કેચ


સંજુ સેમસને વિકેટ કિપિંગમાં પણ શાનદાર દેખવાકર્યો હતો. સંજુ સેમસને ઝિમ્બાબ્વેના ઓપનરનો હવામાં છલાંગ લગાવી કેચ ઝડપ્યો હતો. જે બાદ સંજુ સેમસન ટ્રેન્ડ થઈ રહ્યો છે.






ભારતની પ્લેઇંગ ઇલેવન -


શિખર ધવન, શુભમન ગીલ, ઇશાન કિશન, કેએલ રાહુલ (કેપ્ટન), દીપક હૂડા, સંજૂ સેમસન (વિકેટકીપર), અક્ષર પટેલ, શાર્દૂલ ઠાકુર, કુલદીપ યાદવ, પ્રસિદ્ધ ક્રિષ્ણા, મોહમ્મદ શમી.






ઝિમ્બાબ્વેની પ્લેઇંગ ઇલેવન -


ઇનોસેન્ટ કાયા, તાકુદજવાનાશે કેતાનો, વેસ્લે મધેવેરે, સીન વિલિયમ્સ, સિકન્દર રજા, રેજિસ ચકબ્વા (વિકેટકીપર-કેપ્ટન), રેયાન બર્લ, લ્યૂક જોન્ગવે, બ્રેડ ઇવાન્સ, વિક્ટર નાઉચી, તનાકા ચિવંગા.