IND vs WI Score Live : આજે વેસ્ટ ઈન્ડિઝ અને ભારત વચ્ચે અંતિમ મુકાબલો ખેલાઈ રહ્યો છે. શ્રેણી 1-1થી રસપ્રદ તબક્કામાં પ્રવેશી છે. ઈન્ડિઝના કેપ્ટન હોપે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારત તરફથી કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે.
ભારતની કમાન હજુ પણ હાર્દિક પંડ્યાના હાથમાં છે. ટીમ ઈન્ડિયામાં બે ફેરફાર કરવામાં આવ્યા છે. ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાઈ રહેલી ત્રણ મેચની વનડે શ્રેણીની પ્રથમ બે મેચમાં મોટા અપસેટ જોવા મળ્યા છે. પ્રથમ મેચમાં ભારતને નાના લક્ષ્યનો પીછો કરતી વખતે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. બીજી મેચમાં વેસ્ટ ઈન્ડિઝે ભારતને ખૂબ જ સરળતાથી હરાવ્યું અને શ્રેણી 1-1થી બરાબર કરી લીધી હતી. હવે ભારત પાસે ત્રીજી વનડેમાં વેસ્ટ ઈન્ડિઝને હરાવીને શ્રેણી પોતાના નામે કરવાની છેલ્લી તક છે. આ સાથે જ વેસ્ટ ઈન્ડિઝની ટીમ ભારતને હરાવીને વર્લ્ડ કપની ટિકિટ ન મેળવી શકવાના દર્દને ભૂલી જવાનો પ્રયાસ કરશે.
વર્લ્ડકપને હવે માત્ર ગણતરીનો જ સમય બાકી છે ત્યારે ભારત અને વેસ્ટ ઈન્ડિઝની આ વન ડે શ્રેણી પર કોનું કેવુંં પ્રદર્શન છે તે ખુબ જ મહત્વનું બની રહેશે. ખાસ કરીને ટીમ ઈન્ડિયા માટે. આ પ્રવાસમાં ખેલાડીઓનો દેખાવ વર્લ્ડકપની ટિકીટ ફાઈનલ કરી શકે છે. ભારતીય ચાહકો સમક્ષ સૌથી મોટો પ્રશ્ન એ છે કે, શું પ્લેઈંગ ઈલેવન સાથે મેનેજમેન્ટનો પ્રયોગ છેલ્લી વનડેમાં પણ યથાવત રહેશે? આ સીરીઝની પહેલી બે મેચમાં ટીમ ઈન્ડિયાએ બેટિંગ ઓર્ડરથી લઈને પ્લેઈંગ 11 સુધીના મોટા પ્રયોગો કર્યા છે. કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલી બીજી વનડેમાં પ્લેઇંગ 11નો ભાગ પણ બની શક્યા નહોતા.
એશિયા કપ પહેલા વિરાટ કોહલીને આરામ આપવાની પ્રક્રિયા યથાવત રહી છે. તો સૂર્યકુમાર યાદવને વનડેમાં પોતાને સાબિત કરવાની છેલ્લી તક આપવામાં આવી છે. સંજુ સેમસનને પણ ટીમ મેનેજમેન્ટ તરફથી બીજી તક આપવામાં આવી છે.
વેસ્ટ ઈન્ડિઝ પ્લેઈંગ 11
બ્રાન્ડોન કિંગ, કાયલ મેયર્સ, એલીક અથાનાજ, શાઈ હોપ (સી એન્ડ ડબલ્યુકે), શિમરોન હેટમાયર, કેસી કાર્ટી, રોમારીયો શેફર્ડ, યાનિક કેરિયા, અલ્ઝારી જોસેફ, ગુડાકેશ મોતી, જેડેન સીલ્સ, કેવિન સિંકલેર, ડોમિનિક ડ્રેક્સ, રોવમેન થોમા, ઓશાન.
ભારત પ્લેઇંગ 11
ઈશાન કિશન, શુભમન ગિલ, ઋતુરાજ ગાયકવાડ, સંજુ સેમસન, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, જયદેવ ઉનડકટ, કુલદીપ યાદવ, મુકેશ કુમાર