IND vs WI, 1st ODI: ભારત સામે ચાલી રહેલી ત્રણ મેચની વનડે સીરીઝની પ્રથમ મેચમાં વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન કિરોન પોલાર્ડના નામે એક શરમજનક રેકોર્ડ નોંધાયો છે. પોલાર્ડ ODI ક્રિકેટમાં વેસ્ટ ઈન્ડિઝ માટે રમતી વખતે શૂન્ય પર આઉટ થનારો બીજો સૌથી વધુ બેટ્સમેન બની ગયો છે. ODI ક્રિકેટમાં આ 15મી વખત હતો જ્યારે પોલાર્ડ ખાતું ખોલાવ્યા વિના પેવેલિયન પરત ફર્યો હોય. પોલાર્ડ 19મી ઓવરના ચોથા બોલ પર ભારતીય સ્પિનર યુઝવેન્દ્ર ચહલની સ્પિનમાં કેચ થયો હતો અને તેની ઇનિંગના પ્રથમ બોલ પર બોલ્ડ થયો હતો.
વેસ્ટ ઈન્ડિઝ તરફથી વનડેમાં સૌથી વધુ વખત આઉટ થવાનો રેકોર્ડ ક્રિસ ગેલના નામે છે. કેરેબિયન ટીમ તરફથી રમતા ક્રિસ ગેલ ODIમાં 24 વખત ખાતું ખોલાવ્યા વિના આઉટ થયો છે. તે જ સમયે, પી સિમન્સ, બ્રાયન લારા અને ડ્વેન સ્મિથ ODI ફોર્મેટમાં બેટિંગ કરતી વખતે કુલ 14 વખત આઉટ થયા છે.
ભારતીય બોલર યુઝવેન્દ્ર ચહલે વન ડેમાં 100 વિકેટની સિદ્ધી હાંસલ કરી
વેસ્ટ ઈન્ડિઝના બેટર નિકોલસ પૂરનને 18 રનના અંગત સ્કોર પર એલબીડબલ્યુ આઉટ કરવાની સાથે તેણે ભારત તરફથી વન ડેમાં સૌથી ઝડપી 100 વિકેટ લેનારો પાંચમો બોલર બન્યો હતો. આ પછીના બોલે તેણે વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન કિરોન પોલાર્ડને પણ ખાતું ખોલ્યા વગર પેવેલિયન મોકલ્યો હતો.
ભારત તરફથી વન ડેમાં સૌથી ઝડપી 100 વિકેટ લેનારા બોલર્સ
મોહમ્મદ શમી- 56 મેચ
જસપ્રીત બુમરાહ – 57 મેચ
કુલદીપ યાદવ -58 મેચ
ઈરફાન પઠાણ – 59 મેચ
યુઝવેન્દ્ર ચહલ -60 મેચ