Ishan Kishan: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પોર્ટ ઓફ સ્પેનમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટ ખૂબ જ રોમાંચક તબક્કામાં પહોંચી છે. ચોથા દિવસે ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડિઝને જીતવા માટે 365 રનનો ટાર્ગેટ આપ્યો હતો. આ પછી દિવસની રમતના અંત સુધી કેરેબિયન ટીમે 2 વિકેટે 76 રન બનાવી લીધા છે. પાંચમા દિવસે ભારતે જીતવા માટે 8 વિકેટ લેવી પડશે, જ્યારે વેસ્ટ ઈન્ડિઝને જીતવા માટે 289 રન બનાવવાના છે.
ચોથા દિવસની શરૂઆતમાં જ વેસ્ટ ઈન્ડિઝ ઓલઆઉટ
ચોથા દિવસની શરૂઆતમાં જ ભારતે કેરેબિયન ટીમને 255 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. વેસ્ટ ઈન્ડિઝ તરફથી કેપ્ટન બ્રાથવેઇટે સર્વાધિક 75 રન બનાવ્યા હતા. ભારત તરફથી મોહમ્મદ સિરાજે 60 રનમાં 5, ડેબ્યૂમેન મુકેશ કુમારે 48 રનમાં 2, રવિન્દ્ર જાડેજાએ 37 રનમાં 2 તથા અશ્વિને 1 વિકેટ લીધી હતી.
ટેસ્ટમાં બીજી ઈનિંગમાં ટીમ ઈન્ડિયાની ટી-20 જેવી બેટિંગ
ભારતે બીજા દાવમાં ટી-20 સ્ટાઈલમાં બેટિંગ કરી હતી. ટીમ ઈન્ડિયાએ 24 ઓવરમાં 2 વિકેટના નુકસાન પર 181 રન બનાવી ઈનિંગ ડિક્લેર કરી હતી. રોહિત શર્માએ 44 બોલમાં 57 અને યશસ્વી જયસ્વાલે 30 બોલમાં 38 રન બનાવ્યા હતા. શુભમન ગિલ 37 બોલમાં 29 રન અને ઈશાન કિશન 34 બોલમાં 52 રન બનાવી નોટ આઉટ રહ્યા હતા. ઈશાન કિશને ટેસ્ટ કરિયરની પ્રથમ ફિફ્ટી મારી હતી.
ઈશાન કિશને ફિફ્ટી ફટકાર્યા બાદ શું કહ્યું
ઈશાન કિશને મેચના ચોથા દિવસની સમાપ્તિ બાદ કહ્યું કે હું અહીં આવતા પહેલા નેશનલ ક્રિકેટ એકેડમીમાં હતો અને તેના રિહેબ માટે રિષભ પંત પણ ત્યાં હાજર હતો. આ દરમિયાન ઋષભે ઈશાનને કેટલીક વાતો કહી. ઈશાને કહ્યું, “હું અહીં પહેલા NCAમાં હતો. પંત પણ ત્યાં હતા. તે જાણે છે કે હું કેવી રીતે રમું છું. અમે અંડર-19થી એકબીજાને ઓળખીએ છીએ. હું પણ ઈચ્છતો હતો કે કોઈ મને સલાહ આપે અને સદભાગ્યે તે મને મારા બેટની સ્થિતિ વિશે કંઈક કહેવા માટે ત્યાં હતો.
ઈશાને વધુમાં કહ્યું, “ઘણા સિનિયર ખેલાડીઓ છે જે બોલરો સાથે સતત વાત કરતા રહે છે. આવતીકાલે સારી રમત હોવી જોઈએ. અમારે સારા વિસ્તારોમાં ફટકો મારવાની જરૂર છે અને વહેલી વિકેટ લેવી મહત્વપૂર્ણ છે. ગોરાઓમાં આવવાનું મારું સપનું હતું. હું માત્ર જવા માંગતો હતો અને દરેક બોલને ફટકારતો હતો. મોટે ભાગે મારા માતા-પિતાનો આભારી છું જેમણે હંમેશા મને ટેકો આપ્યો છે."