IND vs WI, T20 Series: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ભારત-વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની ત્રણ મેચની સીરિઝમાં ટીમ ઈન્ડિયાએ કેરેબિયન ટીમનો વ્હાઇટ વોશ કર્યો હતો. આવતીકાલથી કોલકાતાની ઇડન ગાર્ડનમાં ત્રણ મેચની ટી-20 સીરિઝ રમાશે. મેચ પહેલા ભારતીય ખેલાડીઓએ નેટમાં પરસેવો પાડ્યો હતો. બીસીસીઆઈ દ્વારા આ તસવીરો શેર કરવામાં આવી છે.


પંતનો સોંપાઈ નવી જવાબદારી


ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ સોમવારે વોશિંગ્ટન સુંદરના T20 શ્રેણીમાંથી બહાર હોવાના સમાચાર સાથે ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટના નવા વાઇસ-કેપ્ટનની જાહેરાત કરી છે. કેએલ રાહુલ સિરીઝમાંથી બહાર થયા બાદ BCCI દ્વારા રિષભ પંતને આ જવાબદારી સોંપવામાં આવી છે. વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી વનડેમાં ફિલ્ડિંગ કરતી વખતે સ્નાયુમાં ખેંચાણના કારણે રાહુલ T20 શ્રેણીમાંથી બહાર થઈ ગયો હતો, તેના સ્થાને ઋતુરાજ ગાયકવાડની પસંદગી કરવામાં આવી છે.






ટી20 સીરિઝ પહેલા ભારતના કયા ખેલાડીઓ થયા બહાર


કેએલ રાહુલ અને વોશિંગ્ટન સુંદર સિવાય અક્ષર પટેલ શ્રેણીમાંથી બહાર થનાર ત્રીજો ખેલાડી છે. અક્ષર T20 શ્રેણી રમી શકશે નહીં કારણ કે તે કોરોના વાયરસમાંથી સ્વસ્થ થયા પછી તેના રિહેબિલિટેશનના અંતિમ તબક્કામાં છે.


ક્યાં રમાશે ટી20 શ્રેણી


વેસ્ટ ઈન્ડિઝ સામે ટી20 સીરીઝની ત્રણેય મેચ કોલકાતામાં રમાશે. પ્રથમ મેચ 16 ફેબ્રુઆરી, બીજી મેચ 18 ફેબ્રુઆરી અને ત્રીજી મેચ 20 ફેબ્રુઆરીએ રમાશે.


ભારતની T20I ટીમ: રોહિત શર્મા (c), ઈશાન કિશન, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, સૂર્ય કુમાર યાદવ, ઋષભ પંત (vc) (wk), વેંકટેશ ઐયર, દીપક ચહર, શાર્દુલ ઠાકુર, રવિ બિશ્નોઈ, યુઝવેન્દ્ર ચહલ, મોહમ્મદ. સિરાજ, ભુવનેશ્વર કુમાર, અવેશ ખાન, હર્ષલ પટેલ, રૂતુરાજ ગાયકવાડ, દીપક હુડા, કુલદીપ યાદવ