IPL Auctions 2022: IPL 2022ની મેગા હરાજીમાં 10 ટીમોએ ખેલાડીઓ પર રૂપિયાનો વરસાદ કર્યો હતો. બે દિવસીય હરાજીમાં 204 ખેલાડીઓને ખરીદદાર મળ્યા. જેમાં શ્રીલંકાના સ્પિનર મહીશ તીક્ષ્ણાને પણ ખરીદવામાં આવ્યો હતો. ચેન્નઈ સુપર કિંગ્સે 70 લાખ રૂપિયામાં તેને ખરીદ્યો.


21 વર્ષીય મહીશ તીક્ષ્ણાની બેસ પ્રાઇસ 50 લાખ રૂપિયા હતી. તેને ખરીદવા માટે કોલકાતા નાઈટ રાઇડર્સે પણ રસ દાખવ્યો હતો. પરંતુ ચેન્નઈએ બાજી મારી હતી. પરંતુ તે સાથે ફ્રેન્ચાઇઝીની મુશ્કેલી પણ વધી ગઈ છે.


સીએસકેના ફેન્સ કેમ છે નારાજ


તીક્ષ્ણા સિંહલી પૃષ્ઠભૂમિથી આવે છે. સીએસકેના તમિલ પ્રશંસક સિંહલી ખેલાડીને સામેલ કરવાથી નારાજ છે. તેમનું માનવું છે કે સિંહલી પૃષ્ઠભૂમિ વાળા ક્રિકેટરને તમિલોની માલિકીવાળી આઈપીએલ ટીમમાં સામેલ કરવા ન જોઈએ. જે બાદ ફેન્સે #Boycott-ChennaiSuperKings સાથે ટ્વીટ કરવાનું શરૂ કર્યું છે અને હાલ ટોપ-5 ટ્રેન્ડ થઈ રહ્યું છે. શ્રીલંકાના સિંહલી સૈનિકો પર 2009માં એલટીટીઈ સામે કાર્યવાહી દરમિયાન તમિલો સામે યુદ્ધ અપરાધના આરોપ લાગ્યા હતા.






એક ફેન્સે લખ્યું, પાકિસ્તાનીઓને આઈપીએલમાં પ્રતિબંધિત કરી દેવામાં આવ્યા છે. કારણેકે તેઓ ભારતના દુશ્મન છે. પરંતુ તમિલોના દુશ્મન શ્રીલંકા આ રમતનો ઉપયોગ આંતરરાષ્ટ્રીય સ્તર પર પોતાના અપરાધો ધોવા કરે છે. જેમકે સીએસકી અંદર પણ એક ખેલાડીને લીધો, જ્યારે કોઈ તમિલ નથી લીધો.






મહીશ તીક્ષ્ણાની કેવી છે કરિયર


મહીશ તીક્ષ્ણાને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રમવાનો વધારે અનુભવ નથી. તે અત્યાર સુધીમાં ચાર વન ડે અને 12 ટી ઈન્ટરનેશનલ રમી ચુક્યો છે. તેણે વન ડેમાં છ અને ટી20માં 10 વિકેટ લીધી છે.