Kuldeep Yadav IND vs WI 3rd T20: ભારતીય ટીમ ગઇકાલે રમાયેલી ત્રીજી ટી20 મેચમાં વેસ્ટ ઇન્ડિઝ સામે શાનદાર વિજય મેળવ્યો છે, પાંચ મેચોની ટી20 સીરીઝમાં અત્યારે ભારતીય ટીમ 2-1થી પાછળ છે, જો સીરીઝ કબજે કરવી હોય તો ભારતીય ટીમે બાકીની ત્રણેય મેચમાં જીત મેળવવી જરૂરી છે. આ બધાની વચ્ચે ભારતે વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રીજી ટી20માં 7 વિકેટથી જીત મેળવી, આ મેચમાં તમામ લોકો સૂર્યકુમાર અને તિલક વર્માને હીરો ગણાવી રહ્યાં છે, પરંતુ આ મેચમાં કુલદીપ અસલી હીરો છે, કેમકે કુલદીપ યાદવે આ મેચમાં સારી બૉલિંગ કરી હતી. તેને 28 રનમાં 3 વિકેટો ઝડપી હતી. પૂર્વ ભારતીય ખેલાડી સંજય માંજરેકરે કુલદીપના વખાણ કર્યા છે. તેને કહ્યું કે કુલદીપ હકીકતમાં મેચ વિનર ખેલાડી છે.


સંજય માંજરેકરે કુલદીપના પ્રદર્શન વિશે ટ્વીટ કર્યું છે. તેને લખ્યું, "સૂર્યકુમાર શાનદાર રીતે રમ્યો, પરંતુ મારા માટે કુલદીપ યાદવ અસલી મેચ વિનર છે. "વેસ્ટ ઇન્ડિઝની 3 ટોપ ઓર્ડરની વિકેટો ઝડપીને 159 રનોના સ્કૉર પર રોક્યુ, આમાં પૂરનની વિકેટ પણ સામેલ છે. વેલ ડન કુલદીપ." ત્રીજી ટી20માં સૂર્યા 3 નંબર પર બેટિંગ કરી હતી. તેને 44 બૉલમાં 83 રન બનાવ્યા હતા. તેને 10 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. સૂર્યાને 'પ્લેયર ઓફ ધ મેચ' તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. ટીમ ઈન્ડિયાની જીતમાં કુલદીપે પણ મહત્વની ભૂમિકા ભજવી હતી.


વેસ્ટ ઈન્ડિઝે પ્રથમ બેટિંગ કરતા 159 રન બનાવ્યા હતા. ઓપનર બ્રાન્ડન કિંગે 42 બૉલમાં 42 રન બનાવ્યા હતા. તેને 5 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો હતો. કાયલી મેયર્સે 25 રન બનાવ્યા હતા. કેપ્ટન રૉવમેન પોવેલે અણનમ 40 રન બનાવ્યા હતા. આ દરમિયાન કુલદીપે ભારત માટે સારી બૉલિંગ કરી હતી. તેને 4 ઓવરમાં 28 રન આપીને 3 વિકેટો ઝડપી હતી. અક્ષર પટેલે 4 ઓવરમાં 24 રન આપીને એક વિકેટ લીધી હતી. મુકેશ કુમારે 2 ઓવરમાં 19 રન આપીને એક વિકેટ લીધી હતી.


ભારતે 17.5 ઓવરમાં 3 વિકેટો ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. ટીમની શરૂઆત ખરાબ રહી હતી. પરંતુ સૂર્યકુમાર અને તિલક વર્મા જીત્યા. યશસ્વી જયસ્વાલ 1 રન બનાવીને આઉટ થયો હતો. શુભમન ગીલ 6 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. સૂર્યાએ 44 બૉલનો સામનો કરીને 83 રન બનાવ્યા હતા. તેને 10 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. તિલકે 37 બૉલમાં અણનમ 49 રન બનાવ્યા હતા. તિલકે 4 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો હતો. હાર્દિક પંડ્યાએ અણનમ 20 રન બનાવ્યા હતા.