Kuldeep Yadav Complete 50 T20I Wickets: ટીમ ઇન્ડિયા અત્યારે વેસ્ટ ઇન્ડિઝ સામે પાંચ મેચોની ટી20 સીરીઝ રમી રહી છે, પ્રથમ ત્રણ મેચોમાં ભારતીય ટીમે બેમાં હાર એકમાં જીત હાંસલ કરી છે, અને સીરીઝમાં 2-1થી પાછળ છે. ભારતીય ટીમના ચાઈનામેન લેફ્ટ આર્મ સ્પિન બૉલર કુલદીપ યાદવ માટે વેસ્ટ ઈન્ડિઝનો પ્રવાસ અત્યાર સુધી બૉલને લઈને ખુબ સારો રહ્યો છે. વનડે સીરીઝમાં શાનદાર પ્રદર્શન કર્યા બાદ કુલદીપ ટી20 સીરીઝમાં પણ બૉલ સાથે શાનદાર પરિણામ મેળવી રહ્યો છે. ભારતીય ટીમે વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રીજી ટી20 મેચ 7 વિકેટે જીતી લીધી છે. જ્યાં સૂર્યકુમાર યાદવે બેટિંગ કરીને મહત્વનું યોગદાન આપ્યું હતું. જ્યારે કુલદીપે બૉલિંગમાં પોતાની 4 ઓવરમાં 3 વિકેટ ઝડપી હતી. આ સાથે તે ટી20 ઈન્ટરનેશનલમાં 50 વિકેટો પણ પૂરી કરવામાં સફળ રહ્યો હતો.


કુલદીપ યાદવ ઈજાના કારણે આ ટી20 સીરીઝની બીજી મેચમાં રમી શક્યો ન હતો. આ પછી ત્રીજી મેચમાં સંપૂર્ણ ફિટ પરત ફરવા ઉપરાંત તેને બૉલ સાથે ટીમ માટે મેચ વિનિંગ પ્રદર્શન પણ કર્યું. કુલદીપે આ મેચમાં જોન્સન ચાર્લ્સ, બ્રાન્ડન કિંગ અને નિકોલસ પુરનને પોતાનો શિકાર બનાવ્યો હતો.


ભારતીય ટીમ માટે અત્યાર સુધી 30 ટી20 મેચ રમી ચૂકેલા કુલદીપે 14.28ની એવરેજથી 50 વિકેટો ઝડપી છે. આ સાથે તે હવે ભારત માટે આ ફોર્મેટમાં સૌથી ઝડપી 50 વિકેટો લેનારો બોલર બની ગયો છે. આ પહેલા આ રેકોર્ડ યુઝવેન્દ્ર ચહલના નામે હતો, જેને વર્ષ 2019માં પોતાની 34મી ટી20 ઈન્ટરનેશનલ મેચમાં 50 વિકેટ લીધી હતી.


વર્ષ 2023માં વનડેમાં કુલદીપનું જોવા મળ્યુ શાનદાર પ્રદર્શન - 
વનડે ફોર્મેટમાં વર્ષ 2023માં બૉલ સાથે કુલદીપ યાદવનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું છે અને તે ટીમ માટે મેચ વિનિંગ બૉલર સાબિત થયો છે. કુલદીપે આ વર્ષે અત્યાર સુધીમાં 11 મેચમાં 17.18ની એવરેજથી 22 વિકેટો ઝડપી છે. આ દરમિયાન તેને એક મેચમાં 4 વિકેટ પણ લીધી છે.


ભારતની જીતના કારણો



  • કુલદીપ યાદવની એક જ ઓવરમાં બે વિકેટઃ વેસ્ટ ઈન્ડિઝ મોટો સ્કોર ખડકશે તેમ લાગતું હતું ત્યારે કુલદીપ યાદવે 15મી ઓવરમાં ખતરનાક નિકોલસ પૂરનને 20 રન અને બ્રેંડોન કિંગને 42 રનના અંગત સ્કોર પર આઉટ કરીને વિન્ડિઝની રનની ગતિ વધવા દીધી નહોતી.

  • સૂર્યકુમાર યાદવની તાબડતોડ બેટિંગઃ સૂર્યકુમાર યાદવે ત્રીજી ટી20માં તેની સ્ટાઇલ પ્રમાણે તાબડતોડ બેટિંગ કરી હતી. તેણે 44 બોલમાં 83 રન ઝૂડ્યા હતા. જેમાં 10 ચોગ્ગા અને 4 છગ્ગા સામેલ હતા. ત્રજી વિકેટ માટે તેણે તિલક વર્મા સાથે 87 રનની પાર્ટનરશિપ કરી હતી.

  • તિલક વર્માનો સાતત્યપૂર્ણ દેખાવઃ તિલક વર્માએ 37 બોલમાં અણનમ 49 રનની ઈનિંગ રમી હતી. ત્રણેય ટી20 મેચમાં તેણે ટીમ ઈન્ડિયાને સંભાળવાનું કામ કર્યુ હતું.