Mohammed Siraj Record: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બીજી ટેસ્ટ પોર્ટ ઓફ સ્પેનના ક્વીન્સ પાર્ક ઓવલ ખાતે રમાઈ રહી છે. આ મેચમાં ચાર દિવસ પૂર્ણ થયા છે. મેચના ત્રીજા દિવસે ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ ખૂબ જ સારી લયમાં જોવા મળ્યો હતો. તેણે બીજી ઈનિંગમાં વેસ્ટ ઈન્ડિઝના 5 બેટ્સમેનોને આઉટ કરીને ટેસ્ટ ક્રિકેટમાં તેની બીજી 5 વિકેટ ઝડપી હતી. આ સાથે તેણે 34 વર્ષ જૂના રેકોર્ડની પણ બરાબરી કરી.
સિરાજે બીજા દાવમાં વેસ્ટ ઈન્ડિઝના જોશુઆ દા સિલ્વા, જેસન હોલ્ડર, અલ્ઝારી જોસેફ, કેમાર રોચ અને શેનોન ગેબ્રિયલને પોતાનો શિકાર બનાવ્યો હતો. સિરાજ પોર્ટ ઓફ સ્પેનમાં ટેસ્ટની એક ઇનિંગમાં 5 વિકેટ લેનારો ભારતનો બીજો બોલર બન્યો. સિરાજ પહેલા, 1989માં પૂર્વ ભારતીય કેપ્ટન કપિલ દેવ પોર્ટ ઓફ સ્પેનમાં 5 વિકેટ લેનાર ટોપ બોલર બન્યા હતા. હવે મોહમ્મદ સિરાજે તે 35 વર્ષ જૂના રેકોર્ડનું પુનરાવર્તન કર્યું છે.
વેસ્ટ ઈન્ડિઝ સામે સિરાજની આ પહેલી 5 વિકેટ છે. તેણે તેની ટેસ્ટ કારકિર્દીમાં બીજી 5 વિકેટ ઝડપી છે. સિરાજનો આ પહેલો વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ છે. સિરાજે ભારત માટે અત્યાર સુધીમાં 21 ટેસ્ટ મેચ રમી છે. આ મેચોની 39 ઇનિંગ્સમાં બોલિંગ કરતી વખતે તેણે 30.24ની એવરેજથી 59 વિકેટ ઝડપી છે.
બીજી મેચની આ સ્થિતિ હતી
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની બીજી ટેસ્ટના ચાર દિવસ પૂર્ણ થઈ ગયા છે. ટીમ ઈન્ડિયા અત્યાર સુધીની મેચમાં ઘણી આગળ દેખાઈ રહી છે. ભારતીય ટીમે તેનો બીજો દાવ 2 વિકેટે 181 રન બનાવીને ડિકલેર કર્યો હતો અને યજમાન વેસ્ટ ઈન્ડિઝને 365 રનનો ટાર્ગેટ આપ્યો હતો. રનનો પીછો કરતા યજમાન ટીમે ચોથા દિવસના અંતે 2 વિકેટે 76 રન બનાવી લીધા છે. હવે વેસ્ટ ઈન્ડિઝને અંતિમ દિવસે 289 રનની જરૂર છે.
નોંધનીય છે કે, ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પોર્ટ ઓફ સ્પેન ટેસ્ટનો ચોથો દિવસ પૂર્ણ થઈ ગયો છે. ચોથા દિવસની રમત પૂરી થયા બાદ વેસ્ટ ઈન્ડિઝનો સ્કોર 32 ઓવરમાં 2 વિકેટે 76 રન છે. વાસ્તવમાં ટીમ ઇન્ડિયાએ વેસ્ટ ઈન્ડિઝને જીતવા માટે 365 રનનો ટાર્ગેટ આપ્યો હતો. હવે વેસ્ટ ઈન્ડિઝને અંતિમ દિવસે 289 રનની જરૂર છે. જ્યારે ટીમ ઈન્ડિયાને જીતવા માટે 8 વિકેટ લેવી પડશે. આ પહેલા ભારતે 2 વિકેટે 179 રન બનાવીને તેનો બીજો દાવ ડિકલેર કર્યો હતો. ભારત તરફથી ઈશાન કિશન અને રોહિત શર્માએ અડધી સદી ફટકારી હતી.