Rahul Dravid Statement On Suryakumar Yadav Performance: છેલ્લા એક વર્ષમાં વડે ફોર્મેટમાં સૂર્યકુમાર યાદવનું ફોર્મ ભારતીય ટીમ માટે ચિંતાનો વિષય રહ્યું છે. ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ હૉમ સીરીઝની 3 મેચમાં ખાતું ના ખોલનારા સૂર્યકુમાર યાદવનું વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પર પ્રથમ 2 વનડેમાં આવું જ પ્રદર્શન જોવા મળ્યું છે. હવે ટીમ ઈન્ડિયાના મુખ્ય કૉચ રાહુલ દ્રવિડે પણ તેના ફોર્મને લઈને ચિંતા વ્યક્ત કરી છે, દ્રવિડે સૂર્યાનું હવે અલ્ટીમેટમ આપ્યુ છે, પરંતુ સૂર્યાની ક્ષમતા જોઈને તે તેને વધુ તક આપવાનું વિચારી રહ્યો છે.


વેસ્ટ ઈન્ડિઝ સામેની સીરીઝની પ્રથમ વનડેમાં સૂર્યાએ 19 રનની ઈનિંગ અને બીજી મેચમાં માત્ર 24 રન જ બનાવી શક્યો હતો. મુખ્ય કૉચ રાહુલ દ્રવિડે બીજી વનડે પછી પ્રેસ કૉન્ફરન્સમાં સૂર્યકુમાર યાદવના પ્રદર્શન વિશે કહ્યું કે મને લાગે છે કે સૂર્યકુમાર યાદવ ચોક્કસપણે એક મહાન ખેલાડી છે અને તે તેનું પરફોર્મન્સ બતાવે છે. ટી-20 ક્રિકેટ, વ્હાઈટ બૉલ ક્રિકેટ અને ડૉમેસ્ટિક ક્રિકેટમાં સૂર્યાએ કેટલીક શાનદાર ઈનિંગ્સ પણ રમી છે. રાહુલ દ્રવિડે વધુમાં કહ્યું કે, દુર્ભાગ્યવશ મને લાગે છે કે તે એવો પહેલો ખેલાડી હશે જેને કબૂલ કર્યું કે જેના વનડે આંકડાઓ અત્યાર સુધી ટી20 ફોર્મેટમાં જોવા મળતા લેવલ પર જોવા મળ્યા નથી, પરંતુ તે ફક્ત શીખવાની પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યો છે.




મોકો મળ્યો છે તો લાભ ઉઠાવે સૂર્યકુમાર યાદવ.... . 
સૂર્યકુમાર યાદવને સતત તક આપવાના પ્રશ્ન પર કૉચ રાહુલ દ્રવિડે કહ્યું કે અમે તેને શક્ય તેટલી વધુ તકો આપવાનો પ્રયાસ કરીશું. હવે તે તેના પર નિર્ભર છે કે તે આ તકનો કેવી રીતે લાભ ઉઠાવે છે. મને લાગે છે કે તે હજુ પણ વનડે ફોર્મેટમાં મીડલ મધ્ય ઓવરોમાં કેવી રીતે બેટિંગ કરવી તે શીખી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, સૂર્યા હાલમાં ટી20 ઈન્ટરનેશનલમાં નંબર-1 ખેલાડી છે પરંતુ વનડે ફોર્મેટમાં છેલ્લા 1 વર્ષમાં તેની એવરેજ 13ની આસપાસ જોવા મળી છે.