Mohammed Siraj Will Not Play ODI Series Against West Indies: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે આજે ત્રણ મેચની વનડે સીરીઝની પ્રથમ મેચ રમાશે. આ સીરીઝની શરૂઆત પહેલા ભારતીય કેમ્પમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. રિપોર્ટ અનુસાર મોહમ્મદ સિરાજને વનડે સીરીઝમાંથી આરામ આપવામાં આવ્યો છે. તે ટેસ્ટ ટીમના મોહમ્મદ શમી, રવિચંદ્રન અશ્વિન, કેએસ ભરત અને નવદીપ સૈની સાથે સ્વદેશ પરત ફર્યો છે.


મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મોહમ્મદ સિરાજને વર્કલૉડના કારણે વનડે સીરીઝમાં આરામ આપવામાં આવ્યો છે. સિરાજ હવે ભારત પરત ફર્યો છે. વનડે સીરીઝમાં સિરાજ ભારતનો મેઇન ફાસ્ટ બૉલર હતો, પરંતુ આગામી એશિયા કપ અને 2023 વનડે વર્લ્ડકપને ધ્યાનમાં રાખીને તેને આરામ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.


ESPNcricinfoના અહેવાલ અનુસાર, મોહમ્મદ સિરાજ ટેસ્ટ ટીમના મોહમ્મદ શમી, રવિચંદ્રન અશ્વિન, કેએસ ભરત અને નવદીપ સૈની સાથે ભારત પરત ફર્યા છે. ઉલ્લેખનીય છે કે, વનડે સીરીઝ બાદ ભારતે વેસ્ટ ઈન્ડિઝમાં પાંચ મેચની ટી20 સીરીઝ પણ રમવાની છે, પરંતુ સિરાજ ટી20 ટીમનો ભાગ નથી. આ કારણે તે ભારત પરત ફર્યો છે. ટીમ ઈન્ડિયા પાસે હવે વેસ્ટ ઈન્ડિઝ સામેની વનડે સીરીઝ માટે ફાસ્ટ બૉલર તરીકે મુકેશ કુમાર, શાર્દુલ ઠાકુર, જયદેવ ઉનડકટ અને ઉમરાન મલિક છે. મતલબ કે હવે આ ચારમાંથી ત્રણ ઝડપી બૉલરોને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળવાનું નક્કી છે. સિરાજના ભારત પરત આવવાથી મુકેશ કુમારના ડેબ્યૂની શક્યતાઓ ઘણી વધી ગઈ છે.


સિરાજની વાપસી બાદ વનડે સીરીઝ માટે ભારતીય ટીમ - 
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગીલ, ઋતુરાજ ગાયકવાડ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, સંજૂ સેમસન (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), શાર્દુલ ઠાકુર, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, યુજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, જયદેવ ઉનડકટ, ઉમરાન મલિક, મુકેશ કુમાર. 


વનડે સીરીઝનું શિડ્યૂલ - 
પ્રથમ વનડે - 27 જુલાઇ, કેનિગ્સટન ઓવલ, બાર્બાડૉસ
બીજી વનડે - 29 જુલાઇ, કેનિગ્સટન ઓવલ, બાર્બાડૉસ
ત્રીજી વનડે - 1 ઓગસ્ટ, બ્રાયન લારા ક્રિકેટ એકેડેમી, ત્રિનાદાદ


આજે વેસ્ટ ઇન્ડિઝ અને ટીમ ઇન્ડિયા વચ્ચે પ્રથમ વન-ડે


પિચ રિપોર્ટ


3 મેચની ODI શ્રેણીની પ્રથમ મેચ 27 જુલાઈએ બાર્બાડોસના કેન્સિંગ્ટન ઓવલ મેદાન પર રમાશે. આ મેદાનની પિચ વિશે વાત કરીએ તો, અહીં ઝડપી બોલરો અને સ્પિનરો બંને માટે મદદ જોઈ શકાય છે. આવી સ્થિતિમાં ટોસ જીતનારી ટીમ પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કરી શકે છે.


હેડ ટુ હેડ રિપોર્ટ


ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની ODI ક્રિકેટમાં એકબીજા સામે હેડ ટુ હેડ રેકોર્ડની વાત કરીએ તો બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં 139 મેચ રમાઈ છે. તેમાંથી વેસ્ટ ઈન્ડિઝની ટીમે 63 મેચ જીતી છે જ્યારે ભારતે 70 મેચ જીતી છે. જ્યારે 2 મેચ ડ્રોમાં સમાપ્ત થઈ હતી, જ્યારે 4 મેચમાં કોઈ પરિણામ આવી શક્યું ન હતું.


સંભવિત પ્લેઈંગ ઈલેવન


વેસ્ટ ઈન્ડિઝ - બ્રેન્ડન કિંગ, કાયલ મેયર્સ, રોવમેન પોવેલ, શાઈ હોપ (કેપ્ટન અને વિકેટ કિપર), શિમરોન હેટમાયર, કેસી કાર્ટી, અલીક અથાનાજે, યાનિક કેરીચ, રોમારિયો શેફર્ડ, ઓશાન થોમસ, અલ્ઝારી જોસેફ.


ભારત: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, સંજુ સેમસન (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ.


ભારત-વેસ્ટ ઈન્ડિઝ 1લી વનડે કયા સમયે શરૂ થશે?


ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પ્રથમ ODI મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7 વાગ્યે શરૂ થશે.


લાઇવ બ્રોડકાસ્ટ અને લાઇવ સ્ટ્રીમિંગ વિગતો


ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની પ્રથમ ODI મેચ ડીડી સ્પોર્ટ્સ ચેનલ પર ટીવી પર પ્રસારિત કરવામાં આવશે. તે જ સમયે, આ મેચનું ઓનલાઈન લાઈવ સ્ટ્રીમિંગ Jio સિનેમા એપ અને ફેનકોડ એપ પર કરવામાં આવશે.