નવી દિલ્હીઃ ક્રિકેટની દુનિયામાં અવારનવાર નવા નવા રેકોર્ડ સર્જાતા રહે છે, હવે આ કડીમાં વધુ એક રેકોર્ડ નોંધાયો છે. ઝિમ્બાબ્વે ટીમને વર્લ્ડકપ 2023ની ટિકિટ અપાવવામાં નિષ્ફળ રહેલા સિકન્દર રઝાની તોફાની બેટિંગ જોવા મળી છે. સિકન્દર રઝાએ હાલમાં ચાલી રહેલી જિમ આફ્રો ટી-10 લીગમાં આક્રમક બેટિંગ કરીને બધાને ચોંકાવી દીધા છે. સિકન્દર રઝા વિપક્ષી બૉલિંગ પર એવી રીતે તુટી પડ્યો કે તેને માત્ર 11 બૉલમાં ફિફ્ટી ફટકારી દીધી, આ સૌથી ફાસ્ટેસ્ટ ફિફ્ટી પણ બની ગઇ છે. 


સિકન્દર રઝાએ મચાવી ધમાલ  - 
હરારે સ્પૉર્ટ્સ ક્લબમાં રમાયેલી મેચમાં સિકન્દર રઝાએ હરારે હેરિકેન્સના બૉલિંગ આક્રમણને તોડી નાખ્યું હતું. આ મેચમાં તોફાની બેટિંગ કરતા ઝિમ્બાબ્વેના બેટ્સમેને માત્ર 21 બૉલમાં 70 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેને 6 ગગનચુંબી છગ્ગા અને 5 ચોગ્ગા ફટકાર્યા હતા. રઝાએ માત્ર 15 બૉલમાં પોતાની અડધી સદી પૂરી કરી, જે આ ટૂર્નામેન્ટની સૌથી ઝડપી ફિફ્ટી પણ છે. સિકન્દર રઝાએ મેદાનના ચારેય ખૂણેથી હરિકેન્સના બૉલરો ધોઇ નાંખ્યા હતા. 






બુલાવાયો બ્રેવ્સની જીત - 
સિકન્દર રઝાના તોફાની ઇનિંગ્સના આધારે બુલાવાયો બ્રેવ્સે આ મેચ 7 વિકેટે જીતી લીધી હતી. રઝાની વિસ્ફોટક બેટિંગ સામે વિપક્ષી બૉલરો અને કેપ્ટન સંપૂર્ણપણે લાચાર દેખાતા હતા અને બ્રેવ્સ ટીમે 5 બૉલ બાકી રહેતા 135 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. બેટિંગની સાથે રઝાએ બૉલિંગમાં પણ કમાલ કર્યો અને એક વિકેટ પોતાના નામે કરી હતી.






ઉથપ્પા-લૂઇસની પણ ધમાલ - 
આ પહેલા હરારે હરિકેન્સના કેપ્ટન રોબિન ઉથપ્પાએ જોરદાર બેટિંગ કરી, ઉથપ્પાએ માત્ર 15 બૉલમાં 32 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી. વળી, લૂઇસે ઝડપી બેટિંગ કરતા 19 બૉલમાં 49 રન ફટકાર્યા હતા. લૂઈસે તેની તોફાની ઈનિંગ્સ દરમિયાન 2 ચોગ્ગા અને છ લાંબા છગ્ગા ફટકાર્યા હતા. જેના કારણે હરિકેન્સની ટીમ પ્રથમ બેટિંગ કરતા સ્કૉર બોર્ડ પર 4 વિકેટના નુકસાને 134 રન બનાવી શકી હતી.


 










-