IND vs WI T20I Score : પ્રથમ ટી-20 મેચમાં વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતની 68 રને શાનદાર જીત
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે આજથી પાંચ મેચની T20 સીરીઝ શરૂ થઈ રહી છે. રોહિત શર્મા ટી20 શ્રેણીમાં ટીમ ઈન્ડિયાની આગેવાની કરશે.
ટીમ ઈન્ડિયાએ ત્રિનિદાદના બ્રાયન લારા સ્ટેડિયમમાં રમાયેલી પ્રથમ T20માં વેસ્ટ ઈન્ડિઝને 68 રનથી હરાવ્યું હતું. ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરીને વેસ્ટ ઈન્ડિઝને 191 રનનો ટાર્ગેટ આપ્યો હતો જેના જવાબમાં યજમાન ટીમ નિર્ધારિત ઓવરમાં આઠ વિકેટે 122 રન જ બનાવી શકી હતી. ભારત તરફથી બેટિંગમાં રોહિત શર્માએ 44 બોલમાં 64 અને દિનેશ કાર્તિકે 19 બોલમાં અણનમ 41 રન બનાવ્યા હતા. બોલિંગમાં અર્શદીપ સિંહ, આર અશ્વિન અને રવિ બિશ્નોઈએ બે-બે વિકેટ લીધી હતી.
વેસ્ટ ઈન્ડિઝની ટીમે 50 રનની અંદર ત્રણ વિકેટ ગુમાવી છે. વેસ્ટ ઈન્ડિઝે 6 ઓવરમાં 3 વિકેટ ગુમાવી 42 રન બનાવી લીધા છે.
ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડિઝને જીતવા માટે 191 રનનો લક્ષ્યાંક આપ્યો છે. દિનેશ કાર્તિકે માત્ર 19 બોલમાં આક્રમક 41 રન ફટકાર્યા હતા. જેના કારણે ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 190 રન બનાવ્યા હતા. ભારત તરફથી રોહિત શર્માએ શાનદાર ઈનિંગ રમતા 64 રન બનાવ્ચા હતા. વેસ્ટઈન્ડિઝ તરફથી જોસેફે 2 વિકેટ ઝડપી હતી.
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. રોહિત શર્મા 64 રન બનાવીને આઉટ થયો છે. ભારતીય ટીમનો સ્કોર 18.1 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 155 રન પર પહોંચ્યો છે. રવિંદ્ર જાડેજાએ 16 રન બનાવ્યા હતા.
રોહિત શર્માએ શાનદાર ઈનિંગ રમતા અડધી સદી ફટકારી છે. ટીમ ઈન્ડિયાનો સ્કોર 14.3 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 126 રન છે.
ટીમ ઈન્ડિયાને વધુ એક ઝટકો લાગ્યો છે. પંત 14 રન બનાવીને આઉટ થયો છે. ભારતનો સ્કોર 10.3 ઓવરમાં 3 વિકેટ ગુુમાવીને 89 રન થયો છે.
ટીમ ઈન્ડિયાનો સ્કોર 50 રનને પાર થયો છે. રોહિત શર્મા 27 રન બનાવીને હાલ મેદાન પર છે. ભારતીય ટીમે 8 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 62 રન બનાવી લીધા છે.
ટીમ ઈન્ડિયાએ 45 રનમાં 2 વિકેટ ગુમાવી છે.સૂર્યકુમાર યાદવ 24 રન બનાવી આઉટ થયો છે, જ્યારે શ્રેયસ અય્યર ખાતુ ખોલાવ્યા વગર પેવેલિયન પરત ફર્યો છે.
સૂર્યકુમાર યાદવ અને રોહિત શર્મા ઓપનિંગ કરવા આવ્યા છે. ટીમ ઈન્ડિયાએ 2.2 ઓવરમાં વિકેટ ગુમાવ્યા વગર 20 રન બનાવી લીધા છે. રોહિત શર્મા 9 અને સૂર્યકુમાર 10 રન બનાવી રમતમાં છે.
આજની મેચમાં વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીત્યો હતો. આજની મેચ માટે વેસ્ટ ઈન્ડિઝની ટીમનો પ્લેઈંગ 11 આ પ્રમાણે છે - કાયલ મેયર્સ, શમર બ્રૂક્સ, નિકોલસ પૂરન, શિમરોન હેટમાયર, રોવમેન પોવેલ, ઓડિયન સ્મિથ, જેસન હોલ્ડર, કીમો પોલ, અકીલ હુસૈન, અલઝારી જોસેફ, ઓબેડ મેકકોય.
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 1લી T20I મેચ બ્રાયન લારા સ્ટેડિયમ, તારોબા, ત્રિનિદાદ ખાતે રમાઈ રહી છે. વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતીને પ્રથમ બોલિંગ પસંદગી કરી છે.
ભારતની પ્લેઈંગ ઈલેવન - રોહિત શર્મા (કેપ્ટન), ઋષભ પંત, શ્રેયસ અય્યર, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક, રવિન્દ્ર જાડેજા, રવિ બિશ્નોઈ, આર અશ્વિન, ભુવનેશ્વર કુમાર અને અર્શદીપ સિંહ.
IND vs WI T20 Live: વિસ્ફોટક બેટ્સમેન શિમરોન હેટમાયર વેસ્ટ ઈન્ડિઝની ટીમમાં પરત ફર્યો છે. તેણે મેચ પહેલા ફિટનેસ ટેસ્ટ પાસ કર્યો હતો. વેસ્ટ ઈન્ડિઝની પ્લેઈંગ ઈલેવનમાં માત્ર એક સ્પિનરને સ્થાન મળ્યું છે.
બ્રેકગ્રાઉન્ડ
India vs West Indies 1st T20: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે આજથી પાંચ મેચની T20 સીરીઝ શરૂ થઈ રહી છે. રોહિત શર્મા ટી20 શ્રેણીમાં ટીમ ઈન્ડિયાની આગેવાની કરશે. આ સિવાય ઋષભ પંત અને હાર્દિક પંડ્યા જેવા સ્ટાર ખેલાડીઓ પણ ટીમમાં પરત ફર્યા છે.
આ વખતે બન્ને ટીમો ટી20 સીરીઝ માટે આમને સામને ટકરાશે. ખાસ વાત છે કે ટી20 સીરીઝ માટે ભારતીય ટીમમાં સીનિયર ખેલાડીઓની વાપસી થઇ ગઇ છે. ટીમની કમાન ફરી એકવાર રેગ્યુલર કેપ્ટન રોહિત શર્મા સંભાળશે, અને તેની સાથે પંત, જાડેજા, ભુવનેશ્વર, અશ્વિન, કાર્તિક સહિતના સ્ટાર ખેલાડીઓ રમશે.
વનડે સીરીઝ બાદ ભારતીય ટીમ આજથી કેરેબિયન ટીમ સામે પાંચ મેચની ટી-20 સીરીઝ રમવાની છે. આ પ્રવાસ 29 જુલાઈથી શરૂ થશે અને 7 ઓગસ્ટે સમાપ્ત રહેશે. અહીંની એક ખાસ વાત એ છે કે આ તમામ 8 મેચ કોઈ પણ પ્રાઈવેટ સેટેલાઈટ ચેનલ પર ટેલિકાસ્ટ નહીં થાય.
પીચ બોલરો માટે બેટ્સમેનોને સમાન મદદ કરી શકે છે. અહીં રમાયેલી મેચોમાં 7.40ના ઇકોનોમી રેટથી રન બનાવાયા છે. આજની સ્પર્ધામાં હવામાન મોટો અવરોધ બની શકે છે. અહીં વરસાદની સંભાવના 80% દર્શાવવામાં આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -