Fans Reaction On Team India New Test Jersey : ભારતીય ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) 2023-25ની સાયકલની શરૂઆત વેસ્ટ ઈન્ડિઝ સામે 2 મેચની ટેસ્ટ શ્રેણી સાથે કરશે. 12 જુલાઈથી ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પ્રથમ મેચ ડોમિનિકાના વિન્ડસર પાર્કમાં રમાશે. આ ટેસ્ટ સિરીઝમાં ભારતીય ટીમ નવી જર્સી પહેરીને મેદાન પર ઉતરશે. ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ જર્સી પહેર્યા બાદ તેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. જેને લઈને ચાહકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
કેપ્ટન રોહિત શર્માએ નવી ટેસ્ટ જર્સી સાથેનો પોતાનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ ઉપરાંત અન્ય ખેલાડીઓએ પણ તેમની જર્સીનો ફોટો શેર કર્યો છે. હવે આ ડ્રેસ પર ચાહકોની પ્રતિક્રિયા પણ જોવા મળી રહી છે, જેમાં ઘણા ચાહકોએ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)પર પણ પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે.
ટીમ ઈન્ડિયાના નવા કિટ સ્પોન્સર અને નવી જર્સીના સ્પોન્સરના લોગોને કારણે નવી જર્સી ખૂબ જ રંગીન દેખાઈ રહી છે. જે ઘણા ચાહકોને બિલકુલ પણ પસંદ નથી પડી રહ્યો. આ અગાઉ જ્યારે ટીમ ઈન્ડિયા WTC ફાઈનલમાં રમવા આવી હતી ત્યારે જર્સીની વચ્ચે INDIA લખેલું હતું, જે ચાહકોને ઘણું પસંદ આવ્યું હતું.
આ ઝંઝાવાતી ખેલાડીનું ટેસ્ટ સિરીઝમાં ડેબ્યૂ લગભગ નિશ્ચિત
યુવા ડાબોડી ખેલાડી યશસ્વી જયસ્વાલનું વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ ટેસ્ટમાં ડેબ્યુ લગભગ નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે. આ ટેસ્ટ સિરીઝ માટે ચેતેશ્વર પૂજારાને ટીમ ઈન્ડિયામાં સ્થાન મળ્યું નથી. સાથે જ યશસ્વીને નંબર-3 પોઝિશન પર તક મળવાની આશા છે. યશસ્વીએ વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પર 2 દિવસીય પ્રેક્ટિસ મેચ દરમિયાન અડધી સદીની ઈનિંગ્સ રમીને પણ બધાને પ્રભાવિત કર્યા છે.
IND Vs WI: યશસ્વી સિવાય આ ખેલાડીનું ડેબ્યૂ પણ નિશ્ચિત, ઉનડકટને પણ પ્લેઇંગ 11માં મળશે તક
વેસ્ટ ઈન્ડિઝ અને ભારત વચ્ચે 12 જુલાઈથી બે ટેસ્ટ મેચની શ્રેણી શરૂ થઈ રહી છે. ઓસ્ટ્રેલિયા સામે ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં હાર બાદ ટીમ ઇન્ડિયા પ્રથમ વખત મેદાનમાં ઉતરશે. પરંતુ WTC ટ્રોફી ગુમાવ્યા બાદ હવે ટીમ ઈન્ડિયામાં ઘણા મોટા બદલાવ જોવા મળી રહ્યા છે. ઓપનિંગ, વિકેટકીપિંગથી લઈને બોલિંગ સુધી નવા ચહેરા જોવા મળશે.
આગામી ડબલ્યુટીસી સાયકલની શરૂઆત સાથે, ભવિષ્યની ટીમ ઈન્ડિયા બનાવવાનું કામ શરૂ થઈ ગયું છે. રોહિત શર્માને ઓપનિંગમાં યશસ્વી જયસ્વાલના રૂપમાં નવો પાર્ટનર મળવા જઈ રહ્યો છે. જયસ્વાલે IPL અને ડોમેસ્ટિક ક્રિકેટમાં ઘણો પ્રભાવ પાડ્યો છે. જયસ્વાલને વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ ટેસ્ટમાં જ ડેબ્યૂ કરવાની તક મળશે.
ચેતેશ્વર પૂજારાને ટીમ ઈન્ડિયામાંથી બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો હોવાથી આ પગલું પણ લેવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં ત્રીજા નંબરના મહત્વને ધ્યાનમાં રાખીને શુભમન ગિલને ત્યાં શિફ્ટ કરવામાં આવી રહ્યો છે. ભવિષ્યમાં માત્ર શુભમન ગિલ જ ભારતીય મિડલ ઓર્ડરનું નેતૃત્વ કરતો જોવા મળશે.