India Vs West Indies 3rd T20: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાનારી ત્રીજી T20ને લઈને મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. સેન્ટ કિટ્સમાં રમાનારી ત્રીજી T20 મેચ ભારતીય સમય અનુસાર રાત્રે 8 વાગ્યાના બદલે રાત્રે 9.30 વાગ્યે શરૂ થશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ટ્વીટ કરીને આ જાણકારી આપી.


વાસ્તવમાં બીજી T20 મેચ શરૂ થવામાં ઘણો વિલંબ થયો હતો. બીજી T20 મેચ ભારતીય સમય અનુસાર રાત્રે 8 વાગ્યાને બદલે 11 વાગ્યે શરૂ થઈ હતી. આને ધ્યાનમાં રાખીને, આયોજકોએ પહેલાથી જ ત્રીજી T20 મેચ થોડો વિલંબ સાથે શરૂ કરવાનો નિર્ણય લીધો છે.


BCCIએ મેચના નવા સમય વિશે માહિતી આપી છે. બીસીસીઆઈએ ટ્વીટ કરીને કહ્યું કે, સેન્ટ કિટ્સમાં 2જી ઓગસ્ટે રમાનાર બીજી ટી20 મેચનો સમય બદલવામાં આવ્યો છે. હવે ટોસ ભારતીય સમયાનુસાર સાંજે 7.30 વાગ્યાને બદલે 9 વાગ્યે થશે, જ્યારે મેચ રાત્રે 9.30 વાગ્યે શરૂ થશે.




પાંચ T20 મેચોની શ્રેણી રમાઈ રહી છે


તમને જણાવી દઈએ કે ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પાંચ T20 મેચોની સીરીઝ રમાઈ રહી છે. ભારતે શ્રેણીની પ્રથમ મેચ જીતી હતી. પરંતુ બીજી T20 મેચમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમે જોરદાર વાપસી કરી હતી. વેસ્ટ ઈન્ડિઝની ટીમ બીજી T20 મેચ પાંચ વિકેટે જીતવામાં સફળ રહી હતી. હાલમાં બંને દેશો વચ્ચે રમાઈ રહેલી શ્રેણી 1-1થી બરાબર છે.


જો કે, મેચના સમયમાં કરવામાં આવેલો ફેરફાર હાલમાં ત્રીજી મેચ પર જ લાગુ થશે. શ્રેણીની ચોથી મેચ 6 ઓગસ્ટે રમાશે જ્યારે છેલ્લી મેચ 7 ઓગસ્ટે રમાશે. આ બંને મેચ ભારતીય સમય અનુસાર રાત્રે 8 વાગ્યે શરૂ થશે.