IND vs ZIM, 1st ODI: પ્રથમ વન ડેમાં ભારતે ઝિમ્બાબ્વેને 10 વિકેટથી હરાવ્યું, ધવને અને ગિલે અપાવી શાનદાર જીત

વર્ષ 2016 પછી આ ભારતીય ટીમનો ઝિમ્બાબ્વેમાં પ્રથમ પ્રવાસ છે. 

gujarati.abplive.com Last Updated: 18 Aug 2022 06:47 PM
ભારતે ઝિમ્બાબ્વેને 10 વિકેટથી હરાવ્યું

190 રનના ટાર્ગેટ સામે ભારતે 30.5 ઓવરના અંતે 192 રન બનાવીને શાનદાર જીત મેળવી છે. શુભમન ગિલે 82 રન અને શિખર ધવને 81 રન બનાવીને ઝિમ્બાબ્વેને 10 વિકેટથી હરાવ્યું છે.

ભારત જીતની નજીક પહોંચ્યું

26.1 ઓવરના અંતે ભારતનો સ્કોર 153 રન પર પહોંચ્યો છે. શુભમન ગિલ 65 રન અને શિખર ધવન 65 રન સાથે રમતમાં.

ભારતની મજબૂત શરુઆત

ધવન અને ગિલે ભારતને મજબૂત શરુઆત અપાવતાં 13 ઓવરના અંતે ભારતનો સ્કોર 60 રન પર પહોંચ્યો છે. હાલ ધવન 34 અને ગિલ 22 રન સાથે રમતમાં છે.

શુભમન ગિલ અને ધવન ઓપનિંગ કરવા ઉતર્યા

ભારત માટે શિખર ધવન અને શુભમન ગિલ ઓપનિં કરવા આવ્યા છે. હાલ 2.4 ઓવરના અંતે ભારતનો સ્કોર 15 રન છે.

ઝિમ્બાબ્વેની ટીમ 189 રન પર ઓલઆઉટ

હરારેમાં રમાઈ રહેલી પ્રથમ ODIમાં ટોસ હાર્યા બાદ ઝિમ્બાબ્વેની ટીમ 40.3 ઓવરમાં 189 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. યજમાન ટીમ તરફથી કેપ્ટન રેજીસ ચકાબ્વાએ 35, રિચાર્ડ નગારવાએ 34 અને બરાડ ઇવાન્સે અણનમ 33 રન બનાવ્યા હતા. તે જ સમયે, ભારત તરફથી દીપક ચહર, પ્રસિદ્ધ કૃષ્ણા અને અક્ષર પટેલે ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી. આ સાથે અક્ષર પટેલે ODI ક્રિકેટમાં 50 વિકેટ પણ પૂરી કરી છે.

ભારતને જીત માટે 190 રનનો ટાર્ગેટ

અક્ષર પટેલના બોલ પર ઝિમ્બાબ્વેની 10 મી વિકેટ પડી ગઈ છે. અક્ષરના બોલ પર વિક્ટર નેયુચી કેચ આઉટ થયો હતો. ઝિમ્બાબ્વેએ 10 વિકેટ ગુમાવીને 40.3 ઓવરના અંતે 189 રન બનાવ્યા છે. ભારતને જીત માટે 190 રનનો ટાર્ગેટ મળ્યો છે.

ઝિમ્બાબ્વેના બોલરોએ બાજી સંભાળી

ઝિમ્બાબ્વેના બોલરોએ બાજી સંભાળી છે અને હાલ 35 ઓવરના અંતે ટીમનો સ્કોર 144 રન પર 8 વિકેટ પર પહોંચ્યો છે.

ઝિમ્બાબ્વેની આઠમી વિકેટ પડી

ઝિમ્બાબ્વેની આઠમી વિકેટ પણ પડી ગઈ છે. અક્ષર પટેલના બોલ પર લ્યૂક જોંગ્વે સંજુ સેમસનના હાથે સ્ટમ્પ આઉટ થયો હતો. હાલ ઝિમ્બાબ્વેનો સ્કોર 29 ઓવરના અંતે 111 રન પર 8 વિકેટ છે.

ઝિમ્બાબ્વેની અડધી ટીમ આઉટ

ઝિમ્બાબ્વેની અડધી ટીમ આઉટ થઈ ગઈ છે. સ્ટાર ખેલાડી સિકંદર રઝા પણ કંઈ ખાસ કરી શક્યો નહીં અને  કૃષ્ણાએ તેને પેવેલિયન ભેગો કર્યો હતો. સિકંદર રઝાએ 17 બોલમાં માત્ર 12 રન બનાવ્યા હતા. 

ઝિમ્બાબ્વેએ ત્રણ વિકેટ ગુમાવી

દીપક ચહર બાદ મોહમ્મદ સિરાજે ઝિમ્બાબ્વેને ઝટકો આપ્યો છે. સિરાજે શોન વિલિયમ્સને માત્ર 1 રને શિખર ધવનના હાથે આઉટ કર્યો હતો. 

દીપક ચહરની વાપસી

દીપક ચહરે લાંબા સમય બાદ ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં વાપસી કરી છે. તેની સાથે મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ કૃષ્ણાનો પણ સમાવેશ કરાયો છે. કુલદીપ યાદવનો પણ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

બ્રેકગ્રાઉન્ડ

IND vs ZIM ODI Live Streaming:  આજે ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે ત્રણ વનડે મેચોની સીરીઝની પ્રથમ મેચ રમાશે. ટીમ ઇન્ડિયાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.   ભારતીય ટીમ નવા કેપ્ટન કેએલ રાહુલ સાથે સીરીઝમાં ઉતરી રહી છે. આ સીરીઝમાં સીનિયર ખેલાડીઓની ગેરહાજરી જોવા મળશે. વર્ષ 2016 પછી આ ભારતીય ટીમનો ઝિમ્બાબ્વેમાં પ્રથમ પ્રવાસ છે. 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.