IND vs ZIM ODI Live Streaming: ભારતીય ટીમ આજથી ઝિમ્બાબ્વે ટૂરની શરૂઆત કરશે. આજે ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે ત્રણ વનડે મેચોની સીરીઝની પ્રથમ મેચ રમાશે. ગુરુવારે 18 ઓગસ્ટથી એટલે કે આજથી બન્ને ટીમો આમને સામને ટકરાશે. ખાસ વાત છે કે, ભારતીય ટીમ આ વખતે પણ રેગ્યૂલર કેપ્ટનની ગેરહાજરીમાં નવા કેપ્ટન કેએલ રાહુલ સાથે સીરીઝમાં ઉતરી રહી છે. આ સીરીઝમાં સીનિયર ખેલાડીઓની ગેરહાજરી જોવા મળશે. વર્ષ 2016 પછી આ ભારતીય ટીમનો ઝિમ્બાબ્વેમાં પ્રથમ પ્રવાસ છે. જાણો ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચેની આજની પ્રથમ વનડે મેચ કઇ ચેનલ પરથી કેટલા વાગે જોઇ શકાશે લાઇવ ટેલિકાસ્ટ......... 


વનડે સીરીઝની ત્રણેય મેચો ક્યારે રમાશે ?
ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે વનડે સીરીઝની ત્રણેય મેચો 18, 20 અને 22 ઓગસ્ટે રમાશે. 


ભારત-ઝિમ્બાબ્વે વચ્ચેની મેચો ક્યાં ને કેટલા વાગ્યાથી શરૂ થશે ?
આ સીરીઝની ત્રણેય મેચો ઝિમ્બાબ્વેના હરારે સ્થિત હરારે સ્પોર્ટ્સ ક્લબમાં રમાશે. આ મેચો બપોરે 12.45 વાગ્યાથી શરૂ થશે.


ક્યાંથી કેવી રીતે જોઇ શકાશે ભારત-ઝિમ્બાબ્વે મેચનુ લાઇવ ટેલિકાસ્ટ અને સ્ટ્રીમિંગ ?
ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે ત્રણ વનડે મેચોની સીરીઝનુ લાઇવ ટેલિકાસ્ટ સોની સ્પોર્ટ્સ નેટવર્ક પર જોઇ શકાશે. સાથે જ મેચોની લાઇવ સ્ટ્રીમિંગ સોની લિવ એપ પર જોઇ શકો છો. આ ઉપરાંત મેચનુ તાજા અપડેટ તમે https://gujarati.abplive.com પરથી જોઇ શકો છો.






ભારત-ઝિમ્બાબ્વે વચ્ચે આજે પ્રથમ વનડે, જાણો વરસાદ પડશે કે નહીં, કેવી છે પીચ ?


પીચ અને હવામાન રિપોર્ટ - 
હરારે સ્પોર્ટ્સ ક્બલની પીચ બેટ્સમેનોને મદદરૂપ સાબિત થશે. તાજેતરમાં જ બાંગ્લાદેશ અને ઝિમ્બાબ્વેની વચ્ચે રમાયેલી ત્રણ મેચોની વનડે સીરીઝમાં અહીં બેટ્સમેનો હાવી રહ્યાં હતા. જોકે, ફાસ્ટ બૉલરોને પણ સવાર સવારમાં સારી એવી મદદ મળી શકે છે. હરારેમાં મેચ દરમિયાન હવામાન ચોખ્ખુ રહેશે. તાપમાન 27 ડિગ્રીની આસપાસ રહેશે, એટલે કે વરસાદની સંભાવના નથી.


હેડ ટૂ હેડ રેકોર્ડ - 
ભારત અને ઝિમ્બાબ્વેની વચ્ચે અત્યાર સુધી 63 વનડે ઇન્ટરનેશનલ મેચો રમાઇ છે. આમાં ભારતે 51 અને ઝિમ્બાબ્વેએ 10 મેચોમાં જીત હાંસલ કરી છે. અહીં બે મેચો ટાઇ રહી છે. 


સંભવિત પ્લેઇંગ ઇલેવન - 


ભારતીય ટીમની સંભવિત પ્લેઈંગ-11 - 
શિખર ધવન, શુભમન ગિલ, ઋતુરાજ ગાયકવાડ/રાહુલ ત્રિપાઠી, કેએલ રાહુલ (કેપ્ટન), સંજુ સેમસન/ઈશાન કિશન, દીપક હુડા, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર/દીપક ચાહર, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ કૃષ્ણા/આવેશ ખાન