IND vs ZIM 1st ODI: ભારત અને ઝિમ્બાબ્વે (IND vs ZIM)ની વચ્ચે આજે ત્રણ મેચોની વનડે સીરીઝ શરૂ થઇ રહી છે. આજે પ્રથમ મેચ હરારે સ્પોર્ટ્સ ક્લબ (Harare Sports Club) ગ્રાઉન્ડમાં બપોરે 12.45 પર શરૂ થશે. અહીં ભારતીય ટીમ (Team India) રેગ્યુલર કેપ્ટન વિના મેદાનમાં ઉતરશે, ઝિમ્બાબ્વે પ્રવાસ પર ભારતીય ટીમમાં નવા કેપ્ટનને અજમાવવામાં આવ્યો છે, આ વખતે રોહિત શર્મા, પંત, કોહલી કે ધવન નહીં પરંતુ કેએલ રાહુલને કેપ્ટનશીપ સોંપવામાં આવી છે. આ સીરીઝ પરથી કેએલ રાહુલનુ ભવિષ્ય પણ નક્કી થઇ શકે છે. જાણો આજની પીચમાં કેવુ રહેશે હવામાન ને શું કહે છે પીચ રિપોર્ટ.......
પીચ અને હવામાન રિપોર્ટ -
હરારે સ્પોર્ટ્સ ક્બલની પીચ બેટ્સમેનોને મદદરૂપ સાબિત થશે. તાજેતરમાં જ બાંગ્લાદેશ અને ઝિમ્બાબ્વેની વચ્ચે રમાયેલી ત્રણ મેચોની વનડે સીરીઝમાં અહીં બેટ્સમેનો હાવી રહ્યાં હતા. જોકે, ફાસ્ટ બૉલરોને પણ સવાર સવારમાં સારી એવી મદદ મળી શકે છે. હરારેમાં મેચ દરમિયાન હવામાન ચોખ્ખુ રહેશે. તાપમાન 27 ડિગ્રીની આસપાસ રહેશે, એટલે કે વરસાદની સંભાવના નથી.
હેડ ટૂ હેડ રેકોર્ડ -
ભારત અને ઝિમ્બાબ્વેની વચ્ચે અત્યાર સુધી 63 વનડે ઇન્ટરનેશનલ મેચો રમાઇ છે. આમાં ભારતે 51 અને ઝિમ્બાબ્વેએ 10 મેચોમાં જીત હાંસલ કરી છે. અહીં બે મેચો ટાઇ રહી છે.
સંભવિત પ્લેઇંગ ઇલેવન -
ભારતીય ટીમની સંભવિત પ્લેઈંગ-11
શિખર ધવન, શુભમન ગિલ, ઋતુરાજ ગાયકવાડ/રાહુલ ત્રિપાઠી, કેએલ રાહુલ (કેપ્ટન), સંજુ સેમસન/ઈશાન કિશન, દીપક હુડા, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર/દીપક ચાહર, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ કૃષ્ણા/આવેશ ખાન
આ પણ વાંચો............
Bank Holidays in August: આજથી બેંકો સતત 4 દિવસ બંધ રહેશે, જુઓ સંપૂર્ણ યાદી, આ દિવસોમાં રહેશે રજાઓ
Horoscope 18 August: શીતળા સાતમના અવસરે આ રાશિના જાતકને થશે ધનલાભ, જાણો બારેય રાશિનું રાશિફળ
વાહન ચાલકો માટે સારા સમાચાર :CNGના ભાવમાં ધરખમ ઘટાડો, જાણો કેટલી કિંમત ઓછી થઇ?
Dharoi Dam: ધરોઇ ડેમના ચાર દરવાજા ખોલાયા, અમદાવાદ, ખેડાના નીચાણવાળા વિસ્તારોને કરાયા એલર્ટ
Match Preview: ભારત-ઝિમ્બાબ્વે વચ્ચે આજે પ્રથમ વનડે, જાણો વરસાદ પડશે કે નહીં, કેવી છે પીચ ?