IND vs ZIM 3rd ODI: ભારતે ઝિમ્બાબ્વેને 13 રનથી હરાવ્યું, ઝિમ્બાબ્વેના સિકંદર રઝાએ શાનદાર સદી ફટકારી

ટીમ ઇન્ડિયામાં બે ફેરફાર કરવામાં આવ્યા છે. મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ કૃષ્ણાના સ્થાને દિપક ચહર અને આવેશ ખાનનો પ્લેઇંગ ઇલેવનમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

gujarati.abplive.com Last Updated: 22 Aug 2022 09:13 PM
ભારતે ઝિમ્બાબ્વેને 13 રનથી હરાવ્યું

ઝિમ્બાબ્વેને અંતિમ ઓવરમાં 15 રનની જરુર હતી. ત્યારે અવેશ ખાને માત્ર 2 રન આપ્યા હતા. ભારતે ઝિમ્બાબ્વેને 13 રનથી હરાવીને વનડે સિરીઝ 3-0થી જીતી હતી. ઝિમ્બાબ્વે તરફથી સિકંદર રઝાએ શાનદાર બેટિંક કરતાં શતક લગાવ્યું હતું અને 95 બોલમાં 115 રનની ઈનિંગ રમી હતી.

સિકંદર રજાની શાનદાર બેટિંગ

ઝિમ્બાબ્વેની ટીમનો સ્કોર હાલ સતત વધી રહ્યો છે. સિકંદર રઝા બાલ સારી બેટિંગ કરી રહ્યો છે, રઝાએ 77 બોલમાં 84 રન બનાવીને રમતમાં છે. હાલ ઝિમ્બાબ્વેને 43 બોલમાં 66 રનની જરુર છે. 

169 રન પર ઝિમ્બાબ્વેની 7 વિકેટ

36 ઓવરના અંતે 169 રન પર ઝિમ્બાબ્વેની 7 વિકેટ પડી ગઈ છે. હાલ સિકંદર રઝા 46 અને એવાન્સ 0 રન સાથે રમતમાં છે. ઝિમ્બાબ્વેને જીત માટે 84 બોલમાં 121 રનની જરુર છે.

ઝિમ્બાબ્વેનો સ્કોર 130 રન

30 ઓવરના અંતે ઝિમ્બાબ્વેનો સ્કોર 130 રન પર પહોંચ્યો છે. હાલ બર્લ 5 અને રઝા 31 રન સાથે રમતમાં છે. ભારતના અક્ષર પટેલે 2 વિકેટ, કુલદીપ યાદવ 1, અવેશ ખાને 1 અને દીપક ચાહરે 1 વિકેટ ઝડપી છે.

ઝિમ્બાબ્વેની ત્રીજી વિકેટ પડી

19 ઓવરના અંતે ઝિમ્બાબ્વેનો સ્કોર 90 રન પર 3 વિકેટ છે. હાલ સિકંદર રઝા 7 અને રેગિસ ચકાબવા 3 રન સાથે રમતમાં છે.

ઝિમ્બાબ્વેનો સ્કોર 61 રન

13 ઓવરના અંતે ઝિમ્બાબ્વેનો સ્કોર 1 વિકેટના નુકસાન પર 61 રન છે. વિલિય્મસ 33 અને ટોની 6 રને રમતમાં છે.

વિલિયમ્સ-કાઈટાનો રમતમા
6 ઓવરના અંતે ભારતનો ઝિમ્બાબ્વેનો સ્કોર 1 વિકેટના નુકસાન પર 36 રન છે. સીન વિલિયમ્સ 16 અને કાઈટાનો 12 રને રમતમાં છે.
યજમાન ટીમે ગુમાવી પ્રથમ વિકેટ

290 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ઝિમ્બાબ્વેને પ્રથમ ફટકો 7 રનના સ્કોર પર લાગ્યો હતો. દીપક ચહરે છ રન પર નિર્દોષ કાયાને એલબીડબલ્યુ આઉટ કર્યો હતો.

ઝિમ્બાબ્વેને જીતવા 290 રનનો ટાર્ગેટ

ભારતે પ્રથમ બેટિંગ કરતાં 50 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર 289 રન બનાવ્યા હતા. શુભમન ગિલે 97 બોલમાં 130 રન બનાવ્યા હતા. ઈશાન કિશન 50 રન બનાવી રનઆઉટ થયો હતો. ધવને 40 અને કેપ્ટન રાહુલે 30 રનનું યોગદાન આપ્યું હતું. ઝિમ્બાબ્વે તરફથી બ્રેડ ઈવાન્સે 54 રનમાં 5 વિકેટ લીધી હતી.





શુભમન ગીલની સદી


ગિલની સદી

43.1 ઓવરના અંતે ભારતનો સ્કોર 4 વિકેટના નુકસાન પર 228 રન છે. શુભમન ગિલ 100 અને સંજુ સેમસન 1 રને રમતમાં છે. ઈશાન કિશન 50 રન બનાવી રન આઉટ થયો હતો. દીપક હુડા પણ 1 રન બનાવી આઉટ થયો હતો.





ઈશાન કિશન આઉટ

ઈશાન કિશન 50 રન બનાવી રન આઉટ થયો. હાલ ભારતનો સ્કોર 224 પર 3 વિકેટ. હુડ્ડા અને 1 રન અને ગિલ 98 રન સાથે રમતમાં

200 રનને પાર

40 ઓવરના અંતે ભારતનો સ્કોર 2 વિકેટના નુકસાન પર 210 રન છે. શુભમન ગિલ 87 અને ઈશાન કિશન 46 રને રમતમાં છે.

ભારતને સ્કોર 194 રન અને 2 વિકેટ

38.4 ઓવરના અંતે ભારતને સ્કોર 194 રન અને 2 વિકેટ છે. ઈશાન કિશન 41 અને શુભમન ગિલ 76 રન સાથે રમતમાં

ગિલની ફિફ્ટી

ટીમ ઇન્ડિયાએ બે વિકેટના નુકસાન પર 159 રન બનાવી લીધા છે. શુભમન ગિલ 59 અને ઇશાન કિશન 24 રને રમતમાં છે 

ટીમ ઇન્ડિયાએ બીજી વિકેટ ગુમાવી

ટીમ ઇન્ડિયાએ બીજી વિકેટ ગુમાવી દીધી છે. ધવન 40 રન બનાવી આઉટ થયો હતો. ટીમ ઇન્ડિયાએ બે વિકેટ ગુમાવીને 95 રન બનાવી લીધા છે

કેએલ રાહુલ આઉટ

કેપ્ટન કેએલ રાહુલ 30 રન બનાવી આઉટ થયો હતો. ટીમ ઇન્ડિયાએ એક વિકેટના નુકસાન પર 63 રન બનાવી લીધા છે.

ભારતની મક્કમ શરૂઆત

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે મક્કમ શરૂઆત કરી છે. 6 ઓવરના અંતે ટીમ ઈન્ડિયાનો સ્કોર 22 રન છે. કેપ્ટન કેએલ રાહુલ 6 અને શિખર ધવન 15 રને રમતમાં છે.

ભારતની પ્લેઈંગ ઈલેવનમાં બે ફેરફાર

 શિખર ધવન, કેએલ રાહુલ, શુભમન ગિલ, ઇશાન કિશન, દીપક હુડા, સંજુ સેમસન, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, દીપક ચહર, કુલદીપ યાદવ, આવેશ ખાન





બ્રેકગ્રાઉન્ડ

ઝીમ્બાબ્વે સામેની ત્રીજી વન-ડે મેચમાં ટીમ ઇન્ડિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ટીમ ઇન્ડિયામાં બે ફેરફાર કરવામાં આવ્યા છે. મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ કૃષ્ણાના સ્થાને દિપક ચહર અને આવેશ ખાનનો પ્લેઇંગ ઇલેવનમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.