IND vs ZIM 2nd ODI Live: ભારતનો સ્કૉર 100 રનને પાર, સંજૂ-હુડા ક્રિઝ પર
ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે આજે સીરીઝની બીજી વનડે મેચ રમાઇ રહી છે. ત્રણ મેચોની વનડે સીરીઝમા ભારતીય ટીમ પ્રથમ વનડે મેચ જીતીને સીરીઝમાં 1-0ની લીડ બનાવી ચૂકી છે.
ભારતીય ટીમે શરૂઆતી ચાર વિકેટો ગુમાવી દીધી છે. શિખર ધવન અને કેએલ રાહુલ બાદ શુભમન ગીલ અને ઇશાન કિશનની વિકેટો 100 રનની અંદર જ પડી ગઇ છે, હાલમાં ક્રિઝ પર દીપક હુડા અને સંજૂ સેમસન છે. ટીમનો સ્કૉર 18 ઓવરમાં 4 વિકેટના નુકસાને 118 રન પર પહોંચ્યો છે.
ભારતનો બીજો ઝટકો અનુભવી બેટ્સમેન શિખર ધવનના રૂપમાં લાગ્યો છે. ચિવાન્ગાએ ધવનને કાયાના હાથમાં ઝીલાવી દીધો, ધવને 21 બૉલમાં 33 રનની ઇનિંગ રમી હતી, ટીમનો સ્કૉર 10 ઓવરના અંતે 2 વિકેટના નુકસાને 76 રન પર પહોંચ્યો છે.
ભારતને પ્રથમ મોટો ઝટકો કેપ્ટન કેએલ રાહુલ તરીકે લાગ્યો છે. ઝિમ્બાબ્વેના બૉલર ન્યાઉચીએ રાહુલને 1 રનના અંગત સ્કૉર પર એલબીડબલ્યૂ આઉટ કરાવી દીધો છે. ભારતીય ટીમનો સ્કૉર 4 ઓવરના અંતે 1 વિકેટના નુકસાને 22 રન છે. હાલમાં ક્રિઝ પર શિખર ધવન અને શુભમન ગીલ છે.
કેએલ રાહુલની આગેવાની વાળી ભારતીય ટીમના બૉલરોએ ઝિમ્બાબ્વેમાં તરખાટ મચાવતી બૉલિંગ કરી છે, ભારત તરફથી સૌથી વધુ શાર્દૂલ ઠાકુરે 3 વિકેટો ઝડપી છે, આ ઉપરાંત સિરાજ, ક્રિષ્ણા, અક્ષર, કુલદીપ અને હૂડાને 1-1 વિકેટો મળી. ખાસ વાત એ છે કે આ લૉ સ્કૉરિંગ મેચમાં પણ ભારતીય બૉલરોએ સૌથી વધુ 18 રન એક્સ્ટ્રા આપ્યા છે.
પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઝિમ્બાબ્વેની ટીમ 38.1 ઓવર રમીને 161 રન પર જ ઓલઆઉટ થઇ ગઇ હતી, ઝિમ્બાબ્વે તરફથી સૌથી વધુ રન સીન વિલિયમ્સે 42 રન બનાવ્યા, આ ઉપરાંત રિયાન બર્લે 39 રનની ઇનિંગ રમી હતી. ફરી એકવાર હરારેના મેદાન પર લૉ સ્કૉરિંગ વનડે મેચ જોવા મળી છે.
ફરી એકવાર ઝિમ્બાબ્વેની ટીમને ભારતીય બૉલરો સામે રન બનાવવા મુસ્કેલ બની રહ્યાં છે. બીજી વનડેમાં પણ યજમાન ટીમ 200 રનનો આંકડે ના પહોંચી શકી. હરારે ગ્રાઉન્ડમાં ઝિમ્બાબ્વેની ટીમે 161 રનમાં તમામ વિકેટો ગુમાવી દીધી, ભારતને જીતવા માટે 162નો લક્ષ્ય મળ્યો છે.
નબળી શરૂઆત બાદ ટીમનો સ્કૉર 100 રનને પાર પહોંચ્યો છે. ભારતીય બૉલરોના શાનદાર પ્રદર્શન સામે 28 ઓવરના અંતે ઝિમ્બાબ્વેની ટીમે 6 વિકેટના નુકસાને 106 રન બનાવી લીધા છે. હાલમાં ક્રિઝ પર આર બર્લ 15 રન અને એલ જોન્ગવે શૂન્ય રન બનાવી રમી રહ્યા છે.
ઝિમ્બાબ્વેનો સ્કોર 21 ઓવરના અંતે 5 વિકેટના નુકસાન પર 72 રન છે. સિકંદર રઝા 16 રન બનાવી કુલદીપ યાદવની ઓવરમાં ઈશાન કિશનના હાથે કેચ આઉટ થયો.
ઝિમ્બાબ્વેની ઉપરાછાપરી વિકેટો પડતાં ટીમ મુસ્કેલીમાં મુકાઇ ગઇ છે. કાયા 16 રન, મધેવેરે 2 રન અને કેપ્ટન ચકાબ્વા 2 રને આઉટ થઇને પેવેલિયન ભેગા થઇ ગયા છે. ભારત તરફથી શાર્દૂલ ઠાકુર 2 અને સિરાજ-ક્રિષ્ણાએ 1-1 વિકેટો ઝડપી છે. ઝિમ્બાબ્વેની ટીમ અત્યારે 13 ઓવરના અંતે 4 વિકેટના નુકસાને 39 રન બનાવી શકી છે.
ઝિમ્બાબ્વેના ઓપનર બેટ્સમેન ઇનોસન્ટ કાયાને શાર્દૂલ ઠાકુરે આઉટ કરી દીધો છે. કાયાને 16 રનના (27) અંગત સ્કૉર પર સંજુ સેમસનના હાથમાં ઝીલાવી દીધો છે. હાલ ઝિમ્બાબ્વે ટીમનો સ્કૉર 11.4 ઓવરમાં 2 વિકેટના નુકસાને 27 રને પહોંચ્યો છે. કેપ્ટન રેગીજ ચકબ્વા 2 રન અને વેસ્લે મધેવેરે 0 રન બનાવીને ક્રિઝ પર છે.
ઝિમ્બાબ્વે ટીમને પહેલો આંચકો લાગ્યો છે, ટીમના ઓપનર બેટ્સમેન તાકુદજવાનાશે કેતાનો 7 રન (32) બનાવીને પેવેલિયન ભેગો થઇ ગયો છે, મોહમ્મદ સિરાજે તાકુદજવાનાશે કેતાનોને સ્ટમ્પની પાછળ સંજૂ સેમસનના હાથમાં ઝીલાવી દીધો છે. 10 ઓવરના અંતે ઝિમ્બાબ્વે ટીમનો સ્કૉર 26/1 છે. હાલમાં ક્રિઝ પર ઇનોસન્ટ કાયા 15 રન અને વેસ્લે મધેવેરે 0 રન બનાવીને છે.
પ્રથમ પાંચ ઓવર પુરી થઇ ચૂકી છે, યજમાન ઝિમ્બાબ્વેની ટીમ વિના વિકેટે 8 રન બનાવી શકી છે. હાલમાં ક્રિઝ પર કેતાનો 2 રન અને કાયા 4 રને છે, ટીમનો સ્કૉર 8/0 રન...
ભારતીય ટીમના કેપ્ટને કેએલ રાહુલે બીજી વનડેમાં ટૉસ જીતીને પહેલા બૉલિંગ કરવાનો નિર્ણય કર્યો છે, અને યજમાન ટીમ ઝિમ્બાબ્વેને ફરી એકવાર પહેલા બેટિંગ કરવાનો મોકો મળ્યો છે. ટીમે આ પહેલા પ્રથમ વનડેમાં પણ પ્રથમ બૉલિંગ કરી હતી.
હરારે સ્પોર્ટ્સ ક્બલની પીચ બેટ્સમેનોને મદદરૂપ સાબિત થશે. તાજેતરમાં જ બાંગ્લાદેશ અને ઝિમ્બાબ્વેની વચ્ચે રમાયેલી ત્રણ મેચોની વનડે સીરીઝમાં અહીં બેટ્સમેનો હાવી રહ્યાં હતા, અને પ્રથમ વનડેમાં પણ ભારતીય બેટ્સમેનોએ ધમાલ મચાવી હતી. જોકે, ફાસ્ટ બૉલરોને પણ સવાર સવારમાં સારી એવી મદદ મળી શકે છે. અહીં ટૉસ જીતીને પહેલા બૉલિંગ કરવાનો નિર્ણય યોગ્ય ગણી શકાય. હરારેમાં મેચ દરમિયાન હવામાન ચોખ્ખુ રહેશે. તાપમાન 27 ડિગ્રીની આસપાસ રહેશે, એટલે કે વરસાદની સંભાવના નથી.
ભારત અને ઝિમ્બાબ્વેની વચ્ચે અત્યાર સુધી 64 વનડે ઇન્ટરનેશનલ મેચો રમાઇ છે. આમાં ભારતે 52 અને ઝિમ્બાબ્વેએ 10 મેચોમાં જીત હાંસલ કરી છે. અહીં બે મેચો ટાઇ રહી છે.
શિખર ધવન, શુભમન ગીલ, ઇશાન કિશન, કેએલ રાહુલ (કેપ્ટન), દીપક હૂડા, સંજૂ સેમસન (વિકેટકીપર), અક્ષર પટેલ, શાર્દૂલ ઠાકુર, કુલદીપ યાદવ, પ્રસિદ્ધ ક્રિષ્ણા, મોહમ્મદ શમી.
ઇનોસેન્ટ કાયા, તાકુદજવાનાશે કેતાનો, વેસ્લે મધેવેરે, સીન વિલિયમ્સ, સિકન્દર રજા, રેજિસ ચકબ્વા (વિકેટકીપર-કેપ્ટન), રેયાન બર્લ, લ્યૂક જોન્ગવે, બ્રેડ ઇવાન્સ, વિક્ટર નાઉચી, તનાકા ચિવંગા.
India vs Zimbabwe 2nd ODI Live: ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે આજે સીરીઝની બીજી વનડે મેચ રમાઇ રહી છે. ત્રણ મેચોની વનડે સીરીઝમા ભારતીય ટીમ પ્રથમ વનડે મેચ જીતીને સીરીઝમાં 1-0ની લીડ બનાવી ચૂકી છે. આજે ઝિમ્બાબ્વે સીરીઝમાં બરાબરી કરવા માટે જીતવાનો પ્રયાસ કરશે તો બીજીબાજુ ભારત પણ જીત સાથે સીરીઝ સીલ કરવાના ઇરાદે મેદાનમાં ઉતરશે.
બ્રેકગ્રાઉન્ડ
India vs Zimbabwe 2nd ODI Live: ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે આજે સીરીઝની બીજી વનડે મેચ રમાઇ રહી છે. ત્રણ મેચોની વનડે સીરીઝમા ભારતીય ટીમ પ્રથમ વનડે મેચ જીતીને સીરીઝમાં 1-0ની લીડ બનાવી ચૂકી છે. આજે ઝિમ્બાબ્વે સીરીઝમાં બરાબરી કરવા માટે જીતવાનો પ્રયાસ કરશે તો બીજીબાજુ ભારત પણ જીત સાથે સીરીઝ સીલ કરવાના ઇરાદે મેદાનમાં ઉતરશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -