India vs Zimbabwe T20 World Cup 2022: ભારતીય ક્રિકેટ ટીમના શાનદાર ખેલાડી સૂર્યકુમાર યાદવે ઝિમ્બાબ્વે સામે તોફાની ઈનિંગ રમી હતી. તેણે માત્ર 25 બોલમાં અણનમ 61 રન બનાવ્યા હતા. આ ઇનિંગના આધારે સૂર્યકુમારે એક ખાસ રેકોર્ડ બનાવ્યો હતો. તે T20 શ્રેણીમાં 4 અથવા તેનાથી નીચેના નંબર પર બેટિંગ કરીને ભારત માટે સૌથી વધુ 50+ રન બનાવનાર ખેલાડી બની ગયો છે. સૂર્યાએ આ મામલે યુવરાજ સિંહને પણ પાછળ છોડી દીધો હતો. મેલબોર્નમાં રમાઈ રહેલી ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચેની મેચમાં તેણે રેકોર્ડ બનાવ્યો હતો.
ટીમ ઈન્ડિયા ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા મેદાનમાં ગઈ હતી. આ દરમિયાન સૂર્યકુમારે 25 બોલમાં અણનમ 61 રન બનાવ્યા હતા. તેની ઇનિંગમાં 6 ચોગ્ગા અને 4 છગ્ગાનો સમાવેશ થાય છે. સૂર્યકુમારનો સ્ટ્રાઈક રેટ 244 હતો. તેણે આ ઇનિંગના આધારે યુવીનો 2007નો રેકોર્ડ તોડ્યો હતો. યુવરાજે 2007માં T20 વર્લ્ડ કપમાં 4 કે તેનાથી નીચેના નંબર પર બેટિંગ કરીને સૌથી વધુ અડધી સદી ફટકારી હતી. તેણે 2 વખત 50+ સ્કોર કર્યા હતા. જ્યારે સૂર્યાએ આ વખતે 3 વખત આ કારનામું કર્યું છે.
સૂર્યા મિડલ ઓર્ડરમાં બેટિંગ કરતા T20 વર્લ્ડ કપમાં ભારત માટે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન પણ બની ગયો છે. તેણે અત્યાર સુધીમાં 225 રન બનાવ્યા છે. જ્યારે આ મામલામાં મહેન્દ્ર સિંહ ધોની બીજા નંબર પર છે. ધોનીએ વર્ષ 2007માં 154 રન બનાવ્યા હતા. યુવરાજ સિંહે 2009માં 153 રન બનાવ્યા હતા. યુવી ત્રીજા સ્થાને છે.
T20 આંતરરાષ્ટ્રીય શ્રેણીમાં સૌથી વધુ 50+ રન બનાવનાર ભારતીય બેટ્સમેન:
3 - સૂર્યકુમાર યાદવ, T20 વર્લ્ડ કપ 2022
2 - યુવરાજ સિંહ, T20 વર્લ્ડ કપ 2007
2 - સૂર્યકુમાર યાદવ, 2022 દક્ષિણ આફ્રિકા સામે
સૂર્યકુમાર યાદવે આજની મેચમાં 35 રન પૂરા કરતાં જ રચ્યો ઈતિહાસ
ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવે આજે ઝિમ્બાબ્વે સામેની ટીમની છેલ્લી ગ્રુપ મેચ દરમિયાન 35 રન પૂરા કરતાં જ ક્રિકેટના T20 ફોર્મેટમાં ઈતિહાસ રચ્યો હતો. સૂર્યકુમાર યાદવ હવે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક વર્ષમાં 1000 રન બનાવનાર ભારતનો પ્રથમ બેટ્સમેન બની ગયો છે. તેના પહેલા, અન્ય કોઈ બેટ્સમેને એક કેલેન્ડર વર્ષમાં ભારત માટે આ પરાક્રમ કર્યું ન હતું.
સૂર્યકુમાર યાદવે વર્લ્ડ ક્રિકેટમાં પણ પોતાનું નામ બનાવ્યુંઃ
આ સાથે, સાથે સૂર્યકુમાર યાદવે વર્લ્ડ ક્રિકેટમાં પણ પોતાનું નામ બનાવ્યું છે. વિશ્વ ક્રિકેટના રેકોર્ડની વાત કરીએ તો, સૂર્યકુમાર યાદવ એક વર્ષમાં 1000 રન બનાવનાર વિશ્વનો બીજો બેટ્સમેન બન્યો છે. આ પહેલાં આ રેકોર્ડ વર્ષ 2021માં પાકિસ્તાન ક્રિકેટ ટીમના ઓપનિંગ બેટ્સમેન મોહમ્મદ રિઝવા બનાવ્યો હતો. એટલું જ નહીં, સૂર્યકુમાર વર્ષ 2022માં T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 1000 રન પૂરા કરનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન પણ બની ગયો છે.