T20 WC PAK vs BAN : ICC T20 વર્લ્ડ કપમાં આજે બાંગ્લાદેશ અને પાકિસ્તાન વચ્ચે મહત્વની મેચ ચાલી રહી છે. આ મેચ સેમિફાઇનલ માટે આગળનો રસ્તો નક્કી કરશે. બાંગ્લાદેશ પ્રથમ બેટિંગ કરી રહ્યું છે અને પાકિસ્તાને ટાર્ગેટનો સામનો કરવો પડશે. જોકે, કેપ્ટન શાકિબ અલ હસન પોતાને આઉટ આપવાના અમ્પાયરના નિર્ણયથી નારાજ જોવા મળ્યો હતો.
શાકિબ ગોલ્ડન ડક
બાંગ્લાદેશની ટીમનો સૌથી અનુભવી ખેલાડી શાકિબ અલ હસન ગોલ્ડન ડક બની ગયો. અમ્પાયરે તેને પહેલા જ બોલ પર LBW જાહેર કર્યો હતો. જોકે, શાકિબ અમ્પાયરના આ નિર્ણયથી ખુશ નહોતો. અને, તે પછી મેદાન પર જે દેખાયો તે ચર્ચાનો વિષય બની ગયો.
11મી ઓવરના ચોથા બોલ પર સૌમ્યા સરકારની વિકેટ પડ્યા બાદ શાકિબ બેટિંગ કરવા આવ્યો હતો. તેણે પાકિસ્તાનના લેગ સ્પિનર શાદાબ ખાનની આ ઓવરનો 5મો બોલ રમ્યો હતો. પરંતુ, તે બોલ પર તેને LBW આપવામાં આવ્યો હતો. શાકિબે ફિલ્ડ અમ્પાયરના નિર્ણય વિરુદ્ધ ડીઆરએસ લીધું હતું. પરંતુ, આ પછી પણ પરિણામ બદલાયું નહોતું. જેને લઈ શાકિબ નારાજ હતો.
સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થયું #Notout
અનુભવી શાકિબને હજુ પણ ખાતરી નહોતી કે તે આઉટ છે. શાકિબ મેદાન છોડવા માટે નારાજ હતો. વાત એટલી હદે આવી ગઈ હતી કે અમ્પાયરે તેને હળવો ધક્કો મારીને મેદાન છોડી જવાનો સંકેત આપવો પડ્યો હતો. શાકિબને આઉટ આપ્યા બાદ સોશિયલ મીડિયા પર NOT OUT ટ્રેન્ડ થઈ રહ્યું છે.
એમ્પાયરે બહાર જવા કહ્યું છતા શાકિબ પાછો ફર્યો
પરંતુ, અમ્પાયરે સ્પષ્ટ સ્વરમાં બહાર જવા માટે કહ્યું પછી પણ, શાકિબ પાછો ફર્યો અને તેની પાસે પાછો આવ્યો. કદાચ એવી આશામાં કે સ્પર્ધા મહત્વની હોવાથી પરિણામ અમુક રીતે પલટાઈ શકે છે. પરંતુ, એકવાર ચુકાદો આપી દીધા બાદ તેને પલટી શકાય તેમ નહોતું.