IND vs AUS Womens T20 World Cup Semi Final: આઇસીસી મહિલા ટી20 વર્લ્ડકપ 2023માં આજે ભારતીય ટીમની ઓસ્ટ્રેલિયન ટીમ સામે હાર થઇ છે, ઓસ્ટ્રેલિયન ટીમે રોમાંચક મેચમાં ભારતીય મહિલા ટીમને માત્ર 5 રનથી હરાવી દીધી છે. આ મેચમાં જીત સાથે જ ઓસ્ટ્રેલિયા આઇસીસી મહિલા ટી20 વર્લ્ડકપ 2023ની ફાઇનલમાં પહોંચી ગઇ છે, હવે કાંગારુ ટીમની ફાઇનલમાં ટક્કર બીજી સેમિ ફાઇનલમાં જીતનારી ટીમ સામે થશે. બીજી સેમિ ફાઇનલ ઇંગ્લેન્ડ વિરુદ્ધ સાઉથ આફ્રિકા વચ્ચે રમાશે. 


આજની મેચમા વાત કરીએ તો, ઓસ્ટ્રેલિયન ટીમે કેપટાઉનના ન્યૂલેન્ડ્સ ગ્રાઉન્ડ પર રમાયેલી પ્રથમ સેમિ ફાઇનલ મેચમાં ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો ફેંસલો કર્યો હતો, જેમાં કાંગારુ ટીમે નિર્ધારિત 20 ઓવરની રમત  દરમિયાન 4 વિકેટો ગુમાવીને 172 રન બનાવ્યા હતા અને ટીમ ઇન્ડિયાને જીતવા માટે 173 રનોનો વિશાળ લક્ષ્યાંક મળ્યો હતો. 


ભારતની ઇનિંગની
ભારતીય મહિલા ટીમની ઇનિંગની વાત કરીએ તો, 173 રનના વિશાળ લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ટીમ ઇન્ડિયાની શરૂઆત નબળી રહી હતી, બાદમાં કેપ્ટન હરમન પ્રીત કૌર અને જેમીમા રૉડ્રિગ્ઝે શાનદાર પાર્ટનરશીપ કરી અને ટીમને જીતની નજીક પહોંચાડી દીધી હતી. જોકે, અંતે હારનો સામનો કરવો પડ્યો હતો. કેપ્ટન હરમન પ્રીત કૌરે શાનદાર ફિફ્ટી ફટકારી હતી, હરમને 52 રન અને જેમીમાએ 43 રનની ઇનિંગ રમી હતી.  


ઓસ્ટ્રેલિયા પ્રથમ ઇનિંગ -
ઓસ્ટ્રેલિયા મહિલા ટીમની બેટિંગની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયા તરફથી સૌથી વધુ રન ઓપનર બેટ્સમેન બેથ મૂનીએ ફટકાર્યા હતા, બેથ મૂનીએ 37 બૉલમાં 54 રનની ઇનિંગ રમી હતી, આ ઉપરાંત કેપ્ટન મેગ લેનિંગે 34 બૉલમાં 49 રનની ઇનિંગ રમી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી એશ્લે ગાર્ડનર 31 રન અને એલીસા હીલી 25 રન બનાવી શકી હતી. 


ભારતીય ટીમ તરફથી સૌથી વધુ 2 વિકેટો મેળવવામાં શીખા પાન્ડે સફળ રહી હતી, આ ઉપરાંત દીપ્તિ શર્મા અને રાધા યાદવ 1-1 વિકેટો લેવામાં સફળ રહી હતી.


આજે બન્ને ટીમો સેમિ ફાઇનલ રમી રહી છે, જે જીતશે તે ફાઇનલની ટિકીટ પાક્કી કરી લેશે. ભારતીય ટીમનો સફર આ ટૂર્નામેન્ટમાં શાનદાર રહ્યો છે, પરંતુ ઓસ્ટ્રેલિયન મહિલા ટીમ આ ટી20 વર્લ્ડકપમાં અજય રહી છે. 


ભારતીય મહિલા ટીમની પ્લેઇંગ ઇલેવન
ભારતીય મહિલા ટીમની આજની સેમિ ફાઇનલ માટેની ટીમ - શેફાલી વર્મા, સ્મૃતિ મંધાના, જેમીમા રૉડ્રિગ્ઝ, હરમનપ્રીત કૌર (કેપ્ટન), ઋચા ઘોષ (વિકેટકીપર), દીપ્તિ શર્મા, યાસ્તિકા ભાટિયા, સ્નેહ રાણા, શીખા પાન્ડે, રાધા યાદવ, રેણુંકા સિંહ.


ઓસ્ટ્રેલિયન મહિલા ટીમની પ્લેઇંગ ઇલેવન
ઓસ્ટ્રેલિયાન મહિલા ટીમની આજની સેમિ ફાઇનલ માટેની ટીમ - એલિશા હીલી (વિકેટકીપર), બેથ મૂની, મેગ લેનિંગ (કેપ્ટન), એશ્લે ગાર્ડનર, એલિસ પેરી, તાહિલા મેક્ગ્રા, ગ્રેસ હેરિસ, જેસ જૉનસેન, જૉર્જિયા વેરહામ, મેગન શટ, ડાર્સી બ્રાઉન.