INDW vs AUSW SF: આઇસીસી મહિલા ટી20 વર્લ્ડકપ 2023ની પહેલી સેમિ ફાઇનલ મેચ આજે ભારતીય મહિલા ટીમ અને ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમ વચ્ચે રમાઇ રહી છે. આ મેચમાં ઓસ્ટ્રેલિયાની કેપ્ટન મેગ લેનિંગે ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો ફેંસલો કર્યો છે, જ્યારે ભારતીય ટીમને પહેલા બૉલિંગ કરવા માટે આમંત્રણ આપ્યુ છે.  


ભારતીય ટીમ માટે સારી ખબર એ છે કે આજની મેચમાં કેપ્ટન હરમનપ્રીત કૌર રમી રહી છે, આજની મેચ પહેલા સમાચાર હતા કે, કેપ્ટન હરમનપ્રીત કૌર અને પૂજા વસ્ત્રાકર બિમાર હોવાના કારણે આજની મેચ મિસ કરી શકે છે. જોકે, કેપ્ટન રમી રહી છે, પરંતુ અન્ય ખેલાડી નથી રમી રહી. 


આજની મેચમાં ટીમ ઇન્ડિયામાં બે મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. સ્ટાર ઓલરાઉન્ડર પૂજા વસ્ત્રાકર આજની પ્લેઇંગ ઇલેવનનો ભાગ નથી, ભારતીય ટીમમાં પૂજા વસ્ત્રાકરની જગ્યાએ સ્નેહ રાણાને જગ્યા આપવામાં આવી છે, અને રાજેશ્વરી ગાયકવાડના બદલે ટીમમાં રાધા યાદવને સામેલ કરવામાં આવી છે. 


ભારતીય મહિલા ટીમની પ્લેઇંગ ઇલેવન
ભારતીય મહિલા ટીમની આજની સેમિ ફાઇનલ માટેની ટીમ - શેફાલી વર્મા, સ્મૃતિ મંધાના, જેમીમા રૉડ્રિગ્ઝ, હરમનપ્રીત કૌર (કેપ્ટન), ઋચા ઘોષ (વિકેટકીપર), દીપ્તિ શર્મા, યાસ્તિકા ભાટિયા, સ્નેહ રાણા, શીખા પાન્ડે, રાધા યાદવ, રેણુંકા સિંહ.


ઓસ્ટ્રેલિયન મહિલા ટીમની પ્લેઇંગ ઇલેવન
ઓસ્ટ્રેલિયાન મહિલા ટીમની આજની સેમિ ફાઇનલ માટેની ટીમ - એલિશા હીલી (વિકેટકીપર), બેથ મૂની, મેગ લેનિંગ (કેપ્ટન), એશ્લે ગાર્ડનર, એલિસ પેરી, તાહિલા મેક્ગ્રા, ગ્રેસ હેરિસ, જેસ જૉનસેન, જૉર્જિયા વેરહામ, મેગન શટ, ડાર્સી બ્રાઉન.


આઇસીસી મહિલા ટી20 વર્લ્ડકપ 2023ની આજે પ્રથમ સેમિ ફાઇનલ મેચ રમાઇ રહી છે, બીજી સેમિ ફાઇનલ મેચ ઇંગ્લેન્ડ વિરુદ્ધ સાઉિથ આફ્રિકન મહિલા ટીમ વચ્ચે રમાશે.


બન્ને ટીમોની ફૂલ સ્ક્વૉડ ?


ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ફૂલ સ્ક્વૉડ - 


હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, યાસ્તિકા ભાટિયા, ઋચા ઘોષ, જેમિમા રોડ્રિગ્સ, હરલીન દેઓલ, દીપ્તી શર્મા, દેવિકા વૈદ્ય, રાધા યાદવ, રેણુકા ઠાકુર, અંજલી સરવાની, પૂજા વસ્ત્રાકર, રાજેશ્વરી ગાયકવાડ, શિખા પાંડે


ઓસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટ ટીમની ફૂલ સ્ક્વૉડ - 
મેગ લેનિંગ (કેપ્ટન), એલિસા હિલી, ડાર્સી બ્રાઉન, એશ્લે ગાર્ડનર, કિમ ગાર્થ, હીથર ગ્રાહમ, ગ્રેસ હેરિસ, જેસ જૉનસન, અલાના કિંગ, તાહિલા મેક્ગ્રા, બેથ મૂની, એલિસ પેરી, મેગન શટ, એનાબેલ સધરલેન્ડ, જૉર્જિયા વેરહમ.