IND W vs PAK W : આજે મહિલા વિશ્વકપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો છે. બંને ટીમો આ મેચથી પોતાના વર્લ્ડકપની પ્રથમ મેચ રમી રહી છે અને વર્લ્ડકપ જીતવાના અભિયાનની શરૂઆત કરી રહી છે. આજની મેચમાં ભારતની કેપ્ટમ મિતાલી રાજે ટોસ જીતીને પ્રથમ બેટિંગનો કરવાનો નિર્યણ કર્યો હતો.જેમાં શરુઆતમાં ભારતીય ટીમનો ધબડકો થયો હતો, પરંતુ પછી બેટીંગ કરવા આવેલી બે ખેલાડીઓએ ભારતના સ્કોરને 50 ઓવરમાં 7 વિકેટના નુકસાન પર 244 રન પર પહોંચાડ્યો હતો.
શરુઆતમાં ટીમ ઈન્ડિયાનો ધબડકોઃ
ટીમ ઈન્ડિયા બેટીંગ કરવા ઉતરી ત્યારે શરુઆતની ત્રીજી ઓવરમાં જ મોટો ઝટકો લાગ્યો હતો. ઓપનર શેફાલી વર્મા ખાતું ખોલ્યા વગર પેવેલિયન પરત ફરી હતી. જેને ડાયના બેગે ક્લીન બોલ્ડ કરી હતી. દિપ્તી શર્માને નર્શા સંધુએ 40 રનના અંગત સ્કોર પર બોલ્ડ કરતાં ભારતની બીજી વિકેટ પણ પડી ગઈ હતી. સ્મૃતિ મંધાના 52 રન બનાવી આઉટ થતાં ભારતના દર્શકોને લાગ્યું હતું કે, હવે ભારતીય ટીમની પકડ પાકિસ્તાન સામે ઢીલી પડી રહી છે. ભારતે કુલ 18 રનના ગાળામાં 5 વિકેટ ગુમાવી ત્યારે ભારતનો ધબડકો વળી ગયો હતો. 96 રન પર 1 વિકેટથી ભારતનો સ્કોર 114 રન પર 6 વિકેટ થઈ ગયો હતો.
પૂજા અને સ્નેહા બની તારણહારઃ
ભારતના આટલા ખરાબ પ્રદર્શન બાદ પૂજા વસ્ત્રાકર બેટીંગ કરવા આવી હતી. પૂજાએ 69 રન બનાવ્યા હતા. પુજાએ 59 બોલમાં 8 ચોકા મારીને ભારતની મેચ જીતવાની આશા ફરી જીવંત બનાવી હતી. પુજા સાથે રમવા ઉતરેલી સ્નેહા રાણાએ પણ 48 બોલમાં અણનમ 53 રન બનાવ્યા હતા જેમાં સ્નેહાએ 4 ચોકા માર્યા હતા. સ્નેહા અને પૂજાએ રમેલી આ રમતમાં ભારતને મજબૂત સ્થિતિમાં લાવી દીધું હતું અને પાકિસ્તાનની ટીમને 245 રનનો લક્ષ્યાંક આપ્યો છે. પાકિસ્તાન તરફથી સંધુ અને નિદા ડારને 2-2 વિકેટ મળી હતી.
હાલ બેટીંગ કરી રહેલી પાકિસ્તાનની ટીમનો સ્કોલ 29 ઓવરના અંતે 86 રન છે અને 5 વીકેટ પડી ચુકી છે. હાલ પાકિસ્તાનને જીતવા માટે 159 રનની જરુર છે.