IND W vs WI W T20: આઇસીસી મહિલા ટી20 વર્લ્ડકપમાં આજે ભારતીય ટીમની બીજી મેચ રમાઇ રહી છે. આજે ભારતીય ટીમ ટૂર્નામેન્ટમાં વેસ્ટ ઇન્ડિઝ સામે મેદાનમાં ઉતરશે. પ્રથમ મેચમાં ટીમ ઇન્ડિયાએ પાકિસ્તાનને 7 વિકેટથી હરાવીને વિજયી શરૂઆત કરી હતી. આજે બન્ને ટીમો વચ્ચે ખરાખરીનો જંગ છે, એકબાજુ વેસ્ટ ઇન્ડિઝની ટીમે પ્રથમ જીત માટે પ્રયાસ કરશે, તો સામે ભારતની મહિલા ટીમે જીત મેળવીને સેમિ ફાઇનલ માટે સ્થાન પાક્કુ કરવા મહેનત કરશે. આ મેચ સાંજે શરૂ થઇ રહી છે. જાણો અહીં આજની મેચ કઇ ચેનલ પરથી કેટલા વાગ્યાથી જોઇ શકાશે લાઇવ.... 


ક્યાંથી જોઇ શકાશે મહિલા T20 વર્લ્ડ કપમાં આજે ભારત અને વેસ્ટ ઇન્ડિઝની લાઇવ મેચ - 
ભારત અને વેસ્ટ ઇન્ડિઝ મહિલા ક્રિકેટ ટીમો વચ્ચે આજે મેચ રમાશે, આજની મેચ સાઉથ આફ્રિકાના કેપટાઉનના ન્યૂલેન્ડ્સ ગ્રાઉન્ડમાં રમાશે. ભારતીય સમયાનુસાર, સાંજે 6.30 વાગ્યાથી આ મેચ શરૂ થશે. મહિલા ટી-20 વર્લ્ડકપ 2023ની તમામ મેચો ભારતમાં સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની ચેનલો પર પ્રસારિત કરવામાં આવશે. જ્યારે ટૂર્નામેન્ટની મેચોનું લાઈવ સ્ટ્રીમિંગ Disney+Hotstar પર ઉપલબ્ધ રહેશે.


હાલમાં બન્ને ટીમોની વાત કરીએ તો આ ટૂર્નામેન્ટમાં ભારત અને વેસ્ટ ઇન્ડિઝ બન્ને ગૃપ બીમાં છે. આ ગૃપમાં આ ઉપરાંત ઇંગ્લેન્ડ, આયરલેન્ડ અને વેસ્ટ ઇન્ડિઝની મહિલા ટીમો પણ સામેલ છે. પાંચ ટીમોના આ ગૃપમાં ટૉપ 2 ટીમો સેમિ ફાઇનલમાં પહોંચશે. આવામાં દરેક મેચોમાં ખાસ રણનીતિ સાથે ઉતરવુ જરૂરી બનશે. 


ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે ઓવરઓલ ટી20 મેચોમાં ભારતીય મહિલા ટીમની પક્કડ હંમેશા મજબૂત રહી છે. હાલમાં ભારતીય મહિલા ટીમ ટી20માં આંતરરાષ્ટ્રીય ટી20 રેન્કિંગમાં ચોથા નંબર પર છે. જ્યારે વેસ્ટ ઇન્ડિઝની ટીમ રેન્કિંગમાં 6ઠ્ઠા નંબરે છે. છેલ્લા એક વર્ષમાં ભારતીય ટીમનુ પ્રદર્શન વેસ્ટ ઇન્ડિઝની સરખામણીમાં ખુબ સારુ રહ્યુ છે. 


 










--