India Squad For England 5 Match Test Series: ભારતીય ક્રિકેટ ટીમ આવતા મહિને ઇંગ્લેન્ડના પ્રવાસે જવાની છે. ભારતનો ઈંગ્લેન્ડ પ્રવાસ 20 જૂને પ્રથમ ટેસ્ટ મેચથી શરૂ થશે. ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ પ્રવાસ પર 5 મેચની ટેસ્ટ શ્રેણી રમશે. વિરાટ કોહલી અને રોહિત શર્માની નિવૃત્તિ પછી આ ભારતની પહેલી ટેસ્ટ શ્રેણી હશે.
આ શ્રેણી પહેલા ટીમ ઈન્ડિયાને નવો ટેસ્ટ કેપ્ટન મળશે તે નિશ્ચિત માનવામાં આવે છે. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, યુવા શુભમન ગિલ ઇંગ્લેન્ડ સામેની શ્રેણીમાં ટીમ ઇન્ડિયાનો કેપ્ટન રહેશે. યશસ્વી જયસ્વાલને વાઈસ-કેપ્ટન બનાવી શકાય છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જસપ્રીત બુમરાહની ફિટનેસને ધ્યાનમાં રાખીને તેને કેપ્ટનશીપ આપવામાં આવશે નહીં.
આ ખેલાડીઓને મળી શકે છે તક
ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં સાઇ સુદર્શનને તક મળવાની અપેક્ષા છે. સુદર્શને IPL 2025 માં પોતાના શાનદાર પ્રદર્શનથી ઘણી બધી હેડલાઇન્સ બનાવી છે. તે યશસ્વી જયસ્વાલ સાથે ઇનિંગની શરૂઆત કરી શકે છે. આ ઉપરાંત શ્રેયસ ઐયર પણ ટીમમાં વાપસી કરી શકે છે. ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને તક મળવી મુશ્કેલ છે.
ફાસ્ટ બોલરોમાં જસપ્રીત બુમરાહની સાથે પ્રસિદ્ધ કૃષ્ણા, મોહમ્મદ સિરાજ અને હર્ષિત રાણા પણ સામેલ થઈ શકે છે. આ સિવાય 15 સભ્યોની ટીમમાં ફક્ત બે સ્પિનરોનો જ સમાવેશ થઈ શકે છે. ઇંગ્લેન્ડ પ્રવાસ માટે લગભગ 20 ખેલાડીઓના જૂથની પસંદગી કરી શકાય છે. 15 સભ્યોની ટીમ સિવાય, બાકીના ખેલાડીઓને ટીમ સાથે ટ્રાવેલ રિઝર્વ તરીકે મોકલી શકાય છે.
ટીમ ઈન્ડિયા 20 જૂનથી શરૂ થતી પાંચ મેચની ટેસ્ટ શ્રેણીમાં ઈંગ્લેન્ડ સામે રમવા માટે તૈયાર છે. ટેસ્ટ સેટઅપમાં વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા વરિષ્ઠ ખેલાડીઓ વગરતેમની પહેલી શ્રેણી હશે.
ઈંગ્લેન્ડ સામેની પાંચ મેચની ટેસ્ટ શ્રેણી માટે ભારતની સંભવિત 15 સભ્યોની ટીમ - શુભમન ગિલ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, સાઈ સુદર્શન, કેએલ રાહુલ, ઋષભ પંત (વિકેટકીપર), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), શ્રેયસ અય્યર, સરફરાઝ ખાન, નિતીશ કુમાર રેડ્ડી, જસરપ્રીત બુમરાહ, પ્રસિદ્ધ કૃષ્ણા, મોહમ્મદ સિરાજ, હર્ષિત રાણા, રવિન્દ્ર જાડેજા અને કુલદીપ યાદવ.
સંભવિત ટ્રાવેલ રિઝર્વ્ડ ખેલાડીઓ- આકાશદીપ, શાર્દુલ ઠાકુર, કરુણ નાયર, વોશિંગ્ટન સુંદર અને દેવદત્ત પડિકલ