India A Squad, Sarfaraz Khan:  ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 ટેસ્ટ મેચોની શ્રેણી રમાશે. આ ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચ 25 જાન્યુઆરીથી રમાશે. પરંતુ તે પહેલા ઈંગ્લેન્ડની ટીમ ઈન્ડિયા A સામે વોર્મ અપ મેચ રમશે. ભારત A અને ઈંગ્લેન્ડ વચ્ચે 12 જાન્યુઆરીથી વોર્મ-અપ મેચ રમાશે. જો કે આ વોર્મ અપ મેચ માટે ભારત-A ટીમની જાહેરાત કરવામાં આવી છે. અભિમન્યુ ઇશ્વરન આ ટીમનું નેતૃત્વ કરશે. આ સિવાય સરફરાઝ ખાન જેવા યુવા ખેલાડીઓને પોતાને સાબિત કરવાની મોટી તક મળશે. આ ઉપરાંત ઘણા યુવા ખેલાડીઓને પણ તક આપવામાં આવી છે.


 






શું સરફરાઝ ખાન પોતાને સાબિત કરી શકશે?


આ પહેલા સરફરાઝ ખાને સાઉથ આફ્રિકા સિરીઝ પહેલા ભારત અને ભારત-A વચ્ચેની પ્રેક્ટિસ મેચમાં તોફાની સદી ફટકારી હતી. સરફરાઝ ખાને તે ત્રણ દિવસીય ઈન્ટ્રા-સ્કવોડ પ્રેક્ટિસ મેચ દરમિયાન રોહિત શર્માની ટીમ સામે સદી ફટકારીને ઘણી હેડલાઈન્સ બનાવી હતી. તે મેચમાં સરફરાઝ ખાને માત્ર 61 બોલમાં સદીનો આંકડો પાર કર્યો હતો. જો કે, હવે ઈંગ્લેન્ડ શ્રેણી પહેલા સરફરાઝ ખાન પાસે પસંદગીકારોનું ધ્યાન પોતાની તરફ ખેંચવાની શાનદાર તક છે. જોકે સરફરાઝ ખાન સ્થાનિક મેચોમાં સતત રન બનાવી રહ્યો છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી તેનું પ્રદર્શન અપેક્ષા મુજબ નથી રહ્યું. સરફરાઝ ખાનનો ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રેકોર્ડ શાનદાર રહ્યો છે. મુંબઈના આ યુવા બેટ્સમેને 41 મેચમાં 3657 રન બનાવ્યા છે. આ ઉપરાંત ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ મેચોમાં સરફરાઝ ખાને 71.70ની એવરેજથી રન બનાવ્યા છે.


 






ભારત એ ટીમ


અભિમન્યુ ઇશ્વરન (કેપ્ટન), સાઇ સુદર્શન, રજત પાટીદાર, સરફરાઝ ખાન, પ્રદોષ રંજન પોલ, કેએસ ભરત (વિકેટકીપર), માનવ સુથાર, પુલકિત નારંગ, નવદીપ સૈની, તુષાર દેશપાંડે, વિદ્વથ કાવેરપ્પા, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), આકાશ દીપ


Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial