india a tri series qualification scenario: શ્રીલંકામાં રમાઈ રહેલી ત્રિકોણીય શ્રેણીમાં તિલક વર્માની આગેવાની હેઠળની ભારત A ટીમ હાલ મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. અફઘાનિસ્તાન A અને ત્યારબાદ યજમાન શ્રીલંકા A સામે સતત બે હારનો સામનો કર્યા બાદ, ભારત માટે ફાઈનલનો રસ્તો થોડો કઠિન બની ગયો છે. ખાસ કરીને યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશીનું બેટ શ્રીલંકા સામે બિલકુલ શાંત રહ્યું છે. જોકે, આમ છતાં ભારત A પાસે ફાઇનલમાં ક્વોલિફાય થવાની પૂરેપૂરી તક છે. ચાલો સરળ ભાષામાં સમજીએ કે અત્યારે પોઈન્ટ ટેબલની સ્થિતિ શું છે અને ટીમ ઇન્ડિયા ફાઇનલમાં કઈ રીતે પહોંચી શકે છે.

Continues below advertisement

સિરીઝની અત્યાર સુધીની સફર અને ખેલાડીઓનું પ્રદર્શન

હાલમાં શ્રીલંકામાં ભારત A, શ્રીલંકા A અને અફઘાનિસ્તાન A વચ્ચે ત્રિકોણીય શ્રેણી ચાલી રહી છે. ટૂર્નામેન્ટના ફોર્મેટ મુજબ દરેક ટીમ એકબીજા સામે 2-2 મેચ રમશે અને ટોપ-2 ટીમો ફાઇનલમાં જશે. ભારતે પોતાની પહેલી મેચમાં શ્રીલંકા A ને હરાવ્યું હતું, પરંતુ ત્યારબાદ વરસાદથી પ્રભાવિત મેચમાં અફઘાનિસ્તાન A સામે અને સોમવારે ફરીથી શ્રીલંકા A સામે (સુપર ઓવરમાં) હારનો સામનો કરવો પડ્યો હતો.

Continues below advertisement

આ સિરીઝમાં ક્રિકેટ પ્રેમીઓની નજર IPL સ્ટાર્સ અને ખાસ કરીને હાલમાં જ રાષ્ટ્રીય ટીમમાં સામેલ થયેલા યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશી પર છે. વૈભવે પહેલી મેચમાં 21 અને અફઘાનિસ્તાન સામે 44 રનની સારી ઇનિંગ રમી હતી. પરંતુ છેલ્લી મેચમાં તે માત્ર 14 રન જ બનાવી શક્યો હતો. તે સુપર ઓવરમાં બેટિંગ કરવા તો આવ્યો હતો, પરંતુ તેને સ્ટ્રાઈક મળી શકી નહોતી.

આ પણ વાંચોઃ IND A vs SL A: સુપર ઓવરમાં હાર બાદ મેદાન પર ભયંકર બબાલ, આખી ટીમ સામે એકલો લડ્યો વૈભવ! જુઓ વીડિયો

પોઈન્ટ ટેબલની વર્તમાન સ્થિતિ

ફાઇનલનું સમીકરણ સમજતા પહેલા પોઈન્ટ ટેબલ પર એક નજર કરીએ:

પ્રથમ સ્થાન (શ્રીલંકા A): 3 મેચમાંથી 2 જીત સાથે 4 પોઈન્ટ ધરાવે છે.

બીજું સ્થાન (ભારત A): 3 મેચમાંથી માત્ર 1 જીત અને 2 હાર સાથે 2 પોઈન્ટ ધરાવે છે. જોકે, તેમનો નેટ રન રેટ (+0.032) સારો હોવાથી તેઓ બીજા ક્રમે છે.

ત્રીજું સ્થાન (અફઘાનિસ્તાન A): 2 મેચમાંથી 1 જીત અને 1 હાર સાથે 2 પોઈન્ટ ધરાવે છે. પરંતુ તેમનો નેટ રન રેટ ઘણો ઓછો (-1.392) છે.

આ પણ વાંચોઃ IND vs PAK: ભારતે પાકિસ્તાનને 64 રને કચડ્યું; T20 વર્લ્ડ કપમાં આ સંયોગ સાથે રચ્યો ઇતિહાસ

ભારત A ફાઇનલમાં કેવી રીતે પહોંચી શકે?

હવે આ શ્રેણીમાં ફાઈનલ સહિત કુલ 3 મેચ રમવાની બાકી છે. 17 જૂને ભારત A અને અફઘાનિસ્તાન A વચ્ચે મુકાબલો થશે, જ્યારે શુક્રવારે શ્રીલંકા A અને અફઘાનિસ્તાન A ટકરાશે. ત્યારબાદ 21 જૂને પોઈન્ટ ટેબલની ટોચની બે ટીમો વચ્ચે ફાઈનલ રમાશે. ભારત માટે ફાઇનલનું ગણિત નીચે મુજબ છે:

કરો યા મરોની સ્થિતિ: 17 જૂને અફઘાનિસ્તાન સામે રમાનારી મેચ ભારત માટે 'કરો યા મરો' સમાન છે. જો આ મેચમાં અફઘાનિસ્તાન જીતી જશે, તો ભારત A સીધું જ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ જશે.

જો ભારત જીતે તો શું?: જો ભારત આ મેચ જીતી લેશે, તો તેમના 4 પોઈન્ટ થઈ જશે અને તેઓ શ્રીલંકાની બરાબરી પર આવી જશે. શ્રીલંકાનો નેટ રન રેટ હાલ વધુ સારો હોવાથી તે ટોચ પર રહેશે.

અફઘાનિસ્તાનની સ્થિતિ: ભારત સામે હારવા છતાં અફઘાનિસ્તાન સત્તાવાર રીતે બહાર નહીં થાય. પરંતુ શુક્રવારની મેચમાં તેમણે શ્રીલંકા સામે એટલા મોટા માર્જિનથી જીતવું પડશે કે જેથી તેઓ ભારતના નેટ રન રેટ (+0.032) ને પાછળ છોડી શકે.

પ્રેક્ટિકલી વિચારીએ તો અફઘાનિસ્તાન માટે શ્રીલંકાને મોટા અંતરથી હરાવવું ખૂબ મુશ્કેલ છે. એટલે કે, જો ભારત A પોતાની આગામી મેચ જીતી લે છે, તો 90 ટકા શક્યતા છે કે 21 જૂને ફાઇનલ મુકાબલો ભારત A અને શ્રીલંકા A વચ્ચે જ રમાશે.