નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમે અંડર-19 ક્રિકેટ વર્લ્ડકપ 2022 અગાઉ પ્રેક્ટિસ મેચમાં ઓસ્ટ્રેલિયાને નવ વિકેટથી હાર આપી હતી. ભારતે ટોસ જીતીને પ્રથમ ઓસ્ટ્રેલિયાને બેટિંગ માટે આમંત્રણ આપ્યુ હતુ. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતા 268 રન બનાવ્યા હતા. કાંગારુ ટીમ તરફથી 18 વર્ષીય કેપ્ટન કૂપર કોનોલીએ 93.60ની સ્ટ્રાઇક રેટથી શાનદાર બેટિંગ કરતા સદી ફટકાર્યા હતા. જોકે, અન્ય ઓસ્ટ્રેલિયન બેટિંગ સારુ પ્રદર્શન કરી રહ્યા નહોતા.ભારત તરફથી હરનૂર સિંહે 16 ચોગ્ગાની મદદથી શાનદાર 100 રન બનાવ્યા હતા. તે સિવાય શેખ રશીને 72 રનની ઇનિંગ રમી હતી. કેપ્ટન યશ ઢુલે અણનમ 50 રન બનાવ્યા હતા.
પ્રેક્ટિસ મેચમાં બાંગ્લાદેશ અને પાકિસ્તાને પણ શાનદાર જીત હાંસલ કરી છે. પાકિસ્તાને કેનેડાને હાર આપી હતી તો બાંગ્લાદેશની ટીમે ઝીમ્બાબ્વે સામે જીત મેળવી હતી. બાંગ્લાદેશે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 277 રન બનાવ્યા હતા. આઇચ મોલ્લા 82 રનની ઇનિંગ રમી હતી. વિકેટકીપર મોહમ્મદ ફહીમે 33 રન બનાવ્યા હતા. પાકિસ્તાને ગ્રુપ સીની પ્રથમ મેચમાં કેનેડા સામે સારુ પ્રદર્શન કર્યું. પાકિસ્તાને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. કેનેડાની ટીમ 164 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. પાકિસ્તાનની શરૂઆત ખરાબ રહી હતી. હસીબુલ્લાહ ફક્ત ત્રણ રન બનાવી આઉટ થયો હતો પરંતુ મોહમ્મદ શહજાદે 67 રન બનાવી ટીમની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. બાદમાં અબ્દુલ ફસીહે અણનમ 72 રનની ઇનિંગ રમી હતી.
Mercedes Benz લોન્ચ કરશે Made in India EQS ઈલેક્ટ્રિક કાર, ભારતમાં સૌથી લાંબી રેન્જ ધરાવતી હશે EV
Omicron Variant Alert:ઓમિક્રોનના આ 2 લક્ષણો છે એકદમ અલગ, ના કરો નજર અંદાજ
IND vs SA ODI Series: વન ડે ટીમમાં થયા બે બદલાવ, પાંચ વર્ષ બાદ આ ખેલાડીને મળ્યો મોકો
Ahmedabad : ઉત્તરાયણને લઈને પોલીસ એક્શન મોડમાં, ધાબા પર નિયમો તોડશો તો પડી શકે ભારે