Jayant Yadav & Navdeep Saini Added To ODI Squad: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ દક્ષિણ આફ્રિકા સામે 19 જાન્યુઆરીથી શરૂ થનારી ત્રણ મેચની ODI શ્રેણી માટે ભારતીય ટીમમાં બે ફેરફાર કર્યા છે. ટીમ ઈન્ડિયામાં ઓફ સ્પિનર ​​જયંત યાદવ અને ઝડપી બોલર નવદીપ સૈનીનો સમાવેશ કરવામાં આવ્યો છે.


વોશિંગ્ટન સુંદરની જગ્યાએ જયંત યાદવ ટીમમાં સામેલ


ઓફ સ્પિનર ​​વોશિંગ્ટન સુંદર બેંગ્લોરમાં કેમ્પ દરમિયાન કોરોના પોઝિટિવ જોવા મળ્યો હતો. આ પછી તેને દક્ષિણ આફ્રિકા સામેની વનડે ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. હવે તેના સ્થાને ઓફ સ્પિનર ​​જયંત યાદવની ટીમમાં એન્ટ્રી થઈ છે. જયંતે ઓક્ટોબર 2016માં વનડેમાં ડેબ્યૂ કર્યું હતું. તેણે ભારત માટે અત્યાર સુધી માત્ર એક જ ODI મેચ રમી છે.


નવદીપ સૈનીને પણ તક મળી


ઓલ ઈન્ડિયા સિનિયર સિલેક્શન કમિટીએ મોહમ્મદ સિરાજના બેકઅપ તરીકે ઝડપી બોલર નવદીપ સૈનીને પણ ODI ટીમમાં સામેલ કર્યો છે. હેમસ્ટ્રિંગની ઈજાને કારણે સિરાજ કેપટાઉનમાં રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાનો ભાગ નથી.


ભારતની ODI ટીમ - કેએલ રાહુલ (કેપ્ટન), જસપ્રિત બુમરાહ (વાઈસ-કેપ્ટન), શિખર ધવન, રુતુરાજ ગાયકવાડ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ અય્યર, વેંકટેશ અય્યર, ઋષભ પંત, ઇશાન કિશન, યુઝવેન્દ્ર ચહલ , આર અશ્વિન, ભુવનેશ્વર કુમાર, દીપક ચહર, પ્રસિદ્ધ કૃષ્ણ, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરાજ, જયંત યાદવ અને નવદીપ સૈની.


ODI શ્રેણી શેડ્યૂલ


પ્રથમ ODI - 19 જાન્યુઆરી (બોલેન્ડ પાર્ક, પાર્લ)


બીજી ODI - 21 જાન્યુઆરી (બોલેન્ડ પાર્ક, પાર્લ)


ત્રીજી ODI - 23 જાન્યુઆરી (ન્યૂલેન્ડ્સ, કેપ ટાઉન)


આ પણ વાંચોઃ શું ઓમિક્રોન સામાન્ય શરદી છે ? જાણો નીતિ આયોગના ડો. વી.કે.પોલે શું કહ્યું


ચૂંટણી કાર્ડમાં સરનામું બદલાવું છે ? આ રીતે ઘેર બેઠાં કરો કામ


Mahindra Cars: વિદેશમાં વાગ્યો આ ભારતીય ગાડીનો ડંકો, પોલીસ વિભાગમાં સામેલ થઈ 100 કાર


Covid-19 Test:  આ મહિલાનું કોરોના સેમ્પલ લીધા વગર જ આપ દીધો પોઝિટિવ રિપોર્ટ, જાણો વિગત