IND vs IRE 1st T20I: ભારતે પ્રથમ T20 મેચમાં આયર્લેન્ડને 2 રને હરાવ્યું છે. આ રીતે ભારતીય ટીમ 3 T20 મેચોની શ્રેણીમાં 1-0થી આગળ થઈ ગઈ છે. ભારતીય ટીમને જીતવા માટે 140 રનનો ટાર્ગેટ હતો. ટીમ ઈન્ડિયાએ 6.5 ઓવરમાં 2 વિકેટે 47 રન બનાવ્યા હતા, ત્યારબાદ વરસાદ આવ્યો હતો. આ વરસાદ બાદ રમત ફરી શરૂ થઈ શકી નથી. જો કે ભારતીય ટીમને ડકવર્થ લુઈસ નિયમ દ્વારા વિજેતા જાહેર કરવામાં આવી હતી.
વરસાદના કારણે રમત રોકવી પડી હતી
ડબલિનમાં વરસાદને કારણે રમત રોકવી પડી હતી. વરસાદના કારણે રમત બંધ થઈ ત્યાં સુધી ટીમ ઈન્ડિયાએ 6.5 ઓવરમાં 2 વિકેટે 47 રન બનાવી લીધા છે. યશસ્વી જયસ્વાલ ઉપરાંત તિલક વર્મા પણ પેવેલિયન પરત ફર્યા હતો. ઋતુરાજ ગાયકવાડ અને સંજુ સેમસન ક્રિઝ પર હતા. ત્યારે ભારતીય ટીમને જીતવા માટે 93 રનની જરૂર હતી. જો કે, વરસાદ બંધ ન થતા આખરે મેચનું પરિણામ ડકવર્થ લુઈસ મેથડ પ્રમાણે જાહેર કરવામાં આવ્યું હતું અને ભારતને બે રને વિજેતા જાહેર કરવામાં આવી હતી.
IND vs IRE: આયર્લેન્ડે ભારતને 140 રનનો ટાર્ગેટ આપ્યો હતો
આયર્લેન્ડે ભારતને જીતવા માટે 140 રનનો ટાર્ગેટ આપ્યો હતો. આયર્લેન્ડે 20 ઓવરમાં 7 વિકેટે 139 રન બનાવ્યા હતા. આ રીતે ટીમ ઈન્ડિયાને પ્રથમ T20 મેચ જીતવા માટે 140 રનનો ટાર્ગેટ મળ્યો હતો. આ પહેલા ભારતીય કેપ્ટન જસપ્રીત બુમરાહે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી આયર્લેન્ડની શરૂઆત ખરાબ રહી હતી. આ ટીમે પહેલી જ ઓવરમાં 2 વિકેટ ગુમાવી દીધી હતી. તો બીજી તરફ, આ પછી પણ, વિકેટો પડવાની પ્રક્રિયા ચાલુ રહી, પરંતુ બેરી મેકગ્રાથી અને કર્ટિસ કેમ્ફર વચ્ચે સાતમી વિકેટ માટે પચાસથી વધુ રનની ભાગીદારીએ ટીમનો સ્કોર 139 રન સુધી પહોંચાડ્યો. બેરી મેકગ્રાથીએ 33 બોલમાં અણનમ 51 રન બનાવ્યા હતા. જ્યારે કર્ટિસ કેમ્ફરે 33 બોલમાં 39 રનનું યોગદાન આપ્યું હતું. ભારત તરફથી કેપ્ટન જસપ્રીત બુમરાહ ઉપરાંત પ્રસિદ્ધ ક્રિષ્ના અને રવિ બિશ્નોઈએ 2-2 વિકેટ લીધી હતી. જ્યારે અર્શદીપ સિંહે 1 વિકેટ પોતાના નામે કરી હતી.
પોલ સ્ટર્લિંગ (સી), એન્ડ્રુ બાલ્બિર્ની, લોર્કન ટકક્ર (વિકી), હેરી ટેક્ટર, કર્ટિસ કેમ્ફર, જ્યોર્જ ડોકરેલ, માર્ક એડેર, બેરી મેક્કાર્થી, ક્રેગ યંગ, જોશુઆ લિટિલ અને બેન્જામિન વ્હાઇટ.
ઋતુરાજ ગાયકવાડ, યશસ્વી જયસ્વાલ, સંજુ સેમસન (વિકેટકીપર), તિલક વર્મા, રિંકુ સિંહ, શિવમ દુબે, વોશિંગ્ટન સુંદર, પ્રસિદ્ધ કૃષ્ણા, અર્શદીપ સિંહ, જસપ્રિત બુમરાહ (કેપ્ટન) અને રવિ બિશ્નોઈ.