IND vs SA 2nd T20: ભારત અને દક્ષિણ આફ્રિકા (IND vs SA) વચ્ચે પાંચ મેચોની ટી20 સીરીઝની આજે બીજી મેચ કટકના (Cuttak) બારાબતી સ્ટેડિયમમાં (Barabati Stadium) રમાશે. ખાસ વાત છે કે આ પહેલા બન્ને ટીમો અહીં આમને સામને થઇ ચૂકી છે. જેમાં દક્ષિણ આફ્રિકાની જીત મળી હતી. દક્ષિણ આફ્રિકાએ અહીં ભારતીય ટીમ સામે 6 વિકેટથી જીત હાંસલ કરી હતી.
આ મેચ ટીમ ઈન્ડિયા માટે મહત્વપૂર્ણ છે. ટીમ ઈન્ડિયા પ્લેઈંગ ઈલેવનમાં ભાગ્યે જ કોઈ ફેરફાર જોવા મળશે. ટીમ પ્રથમ મેચમાં સારી લયમાં જોવા મળી હતી. જો કે બોલરોના ખરાબ પ્રદર્શનના કારણે ટીમ ઇન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો હતો. જો આ મેચમાં બોલિંગ ખરાબ રહેશે તો આગામી મેચમાં બદલાવ શક્ય બની શકે છે.
અર્શદીપ સિંહ અને ઉમરાન મલિકને પ્લેઈંગ ઈલેવનમાં ભાગ્યે જ તક મળી શકે છે, પરંતુ તેઓ અત્યારે બેન્ચ પર જોવા મળશે. દક્ષિણ આફ્રિકાની વાત કરીએ તો તે કેશવ મહારાજની જગ્યાએ ફાસ્ટ બોલર લુંગી એનગીડીને તક મળી શકે છે. એડન માર્કરામને પ્રથમ મેચ પહેલા જ કોરોના થયો હતો. આવી સ્થિતિમાં તેમને હાલ તક મળવી શક્ય નથી.
કેવી છે કટકની પીચ ?
આ પીચ પર બૉલરોને મદદ મળી શકે છે. ફાસ્ટ બૉલરોને અહીં બાઉન્સ મળશે, વળી સ્પીનરોને પણ વધુ મદદ મળશે. અહીં ભારતની છેલ્લી ટી20 મેચમાં યુજવેન્દ્ર ચહલે 4 વિકેટો ઝડપી હતી. કુલ મળીને અહીં બેટ્સેમનોની પરીક્ષા થઇ શકે છે.
શું રહેશે ટૉસની ભૂમિકા ?
અહીં અત્યાર સુધી માત્રે બે જ ટી20 મેચો રમીઇ છે, જેમાં એકવાર બેટિંગ કરનારી ટીમે મેચ જીતી છે, તો વળી બીજી મેચમાં બીજીવાર બેટિંગ કરનારી ટીમ વિજયી બની છે. આવામાં હાલ અહીં ટૉસની ભૂમિકા મહત્વની દેખાઇ રહી છે.
ટીમ ઇન્ડિયાની સંભવિત પ્લેઇંગ ઇલેવન
ઇશાન કિશન, ઋતુરાજ ગાયકવાડ, શ્રેયસ ઐય્યર, ઋષભ પંત, હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક, અક્ષર પટેલ, હર્ષલ પટેલ, ભુવનેશ્વર કુમાર, યુઝર્વેન્દ્ર ચહલ, આવેશ ખાન
સાઉથ આફ્રિકાની સંભવિત પ્લેઇંગ ઇલેવન
ક્વિન્ટન ડિ કોક, તેમ્બા બાવુમા, ડ્વેન પ્રિટોરિયસ, રાસી વાન ડેર ડ્યુસેન, ડેવિડ મિલર, ટ્રિસ્ટન સ્ટબ્સ, વેન પાર્નેલ, કગિસો રબાડા, એનરિક નોર્ટઝે, લુંગી એનગિડી અને તબરેઝ શમ્સી