India vs South Africa: ભારત અને દક્ષિણ આફ્રિકા (IND vs SA) ની વચ્ચે 5 ટી20 મેચોની સીરીઝ શરૂ થઇ ચૂકી છે. આજે કટક ખાતે બીજી ટી20 મેચ રમાશે. આ પહેલા પ્રથમ ટી20માં આફ્રિકન ટીમ ભારતીય ટીમને માત આપીને સીરીઝમાં 1-0થી લીડ બનાવી ચૂકી છે. આજની બીજી ટી20માં ભારતના અનુભવી ફાસ્ટ બૉલર ભુવનેશ્વર કુમાર (Bhuvneshwar Kumar) માટે એક ખાસ રેકોર્ડ બનાવવી તક છે. ભુવી પાસે આર અશ્વિનને પછાડીન નંબર વન બનવાનો મોકો છે.


કરવુ પડશે ભુવીએ આ કામ -
બીજી મેચમાં ભુવનેશ્વર કુમારની પાસે અશ્વિનને પછાડીને બન્ને ટીમોની વચ્ચે હેડ ટૂ હેડ (IND vs SA Head to Head in T20)માં સૌથી વધુ વિકેટો લેવાનો રેકોર્ડ પોતાના નામે કરવાનો મોકો હશે. ભારત દક્ષિણ આફ્રિકાની વચ્ચે રમાયેલી ટી20 મેચોમાં અત્યાર સુધી સૌથી વધુ વિકેટો અશ્વિનના નામે છે. તેને 6 ટી20 મેચોમાં 10 વિકેટો લીધી છે. વળી ભુવનેશ્વરે 7 મેચોમાં 9 વિકેટો ઝડપી છે. અશ્વિને આ સીરીઝમાં નથી રમી રહ્યો. આવામાં ભુવી જો આજની મેચમાં બે વિકેટો ઝડપી લે છે તો અશ્વિનને પછાડીને નંબર વન બની જશે. 


કેવી છે કટકની પીચ ?
આ પીચ પર બૉલરોને મદદ મળી શકે છે. ફાસ્ટ બૉલરોને અહીં બાઉન્સ મળશે, વળી સ્પીનરોને પણ વધુ મદદ મળશે. અહીં ભારતની છેલ્લી ટી20 મેચમાં યુજવેન્દ્ર ચહલે 4 વિકેટો ઝડપી હતી. કુલ મળીને અહીં બેટ્સેમનોની પરીક્ષા થઇ શકે છે. 


શું રહેશે ટૉસની ભૂમિકા ?
અહીં અત્યાર સુધી માત્રે બે જ ટી20 મેચો રમીઇ છે, જેમાં એકવાર બેટિંગ કરનારી ટીમે મેચ જીતી છે, તો વળી બીજી મેચમાં બીજીવાર બેટિંગ કરનારી ટીમ વિજયી બની છે. આવામાં હાલ અહીં ટૉસની ભૂમિકા મહત્વની દેખાઇ રહી છે. 


કેવો છે અહીંનો ટી20 રેકોર્ડ ?
અહીં પહેલી ટી20 ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે જ રમાઇ હતી, ઓક્ટોબર 2015માં રમાયેલી આ મેચમાં આફ્રિકન બૉલરોએ ભારતીય ટીમને માત્ર 92 રન પર જ ઓલઆઉટ કરી દીધુ હતુ, અને લક્ષ્યને 4 વિકેટો ગુમાવીને હાંસલ કર્યુ હતુ. વળી, બીજી મેચમાં ભારતીય ટીમે શ્રીલંકા સામે પહેલા બેટિંગ કરતા 180 રન બનાવ્યા હતા, અને બાદમાં શ્રીલંકન ટીમ માત્ર 87 રન પર જ ઓલઆઉટ થઇ ગઇ હતી.