India vs Srilanka ODI: ભારતે શ્રીલંકા પ્રવાસ માટે ODI અને T20 ટીમની જાહેરાત કરી છે. ગૌતમ ગંભીરના મુખ્ય કોચ બનતાની સાથે જ ટીમ ઈન્ડિયામાં ઘણા મહત્વપૂર્ણ ફેરફારો જોવા મળ્યા છે. શ્રીલંકા પ્રવાસ ગંભીર માટે પ્રથમ ટેસ્ટ હશે. આ પ્રવાસ સાથે ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફીની તૈયારીઓ શરૂ કરશે. ભારતની ODI ટીમમાં નવા ચહેરાઓનો પ્રવેશ થયો છે. રિયાન પરાગ અને હર્ષિત રાણાને મળ્યો છે. વિરાટ કોહલી અને રોહિત શર્મા ટીમ ઈન્ડિયાનો ભાગ છે. રોહિત ODI ટીમનો કેપ્ટન છે.
ટીમ ઈન્ડિયામાં શુભમન ગિલનું કદ વધ્યું છે. T20ની સાથે તેને ODI ટીમનો પણ વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. જ્યારે હાર્દિક પંડ્યાને ટીમમાં સ્થાન સિવાય કંઈ જ નથી મળ્યું. ભારતે વોશિંગ્ટન સુંદર, રિયાન પરાગ, હર્ષિત રાણા અને ખલીલ અહેમદ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ટીમ ઈન્ડિયા પંડ્યાના બેકઅપ તરીકે શિવમ દુબેને તૈયાર કરવા માંગે છે. તેથી દુબેને વનડેની સાથે ટી 20માં પણ સામેલ કરવામાં આવ્યો છે.
ટીમ ઈન્ડિયામાં નવા ચહેરાની એન્ટ્રી
રિયાને તાજેતરમાં જ ભારત માટે ટી20 ડેબ્યૂ કર્યું હતું. હવે તે ODI ટીમનો પણ ભાગ છે. હર્ષિત રાણાની વાત કરીએ તો તેણે ડોમેસ્ટિક ક્રિકેટમાં સારું પ્રદર્શન કર્યું છે. જમણા હાથનો ફાસ્ટ બોલર હર્ષિત આઈપીએલમાં કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી રમે છે. તે ગૌતમ ગંભીરના માર્ગદર્શન હેઠળ રમ્યો છે. રાણા હવે ભારતની ODI ટીમનો હિસ્સો બની ગયો છે.
અય્યર રાહુલની ODI ટીમની વાપસી
શ્રેયસ અય્યર અને કેએલ રાહુલ લાંબા સમયથી ભારતીય ટીમની બહાર હતા. પરંતુ હવે બંનેને વનડે ટીમમાં જગ્યા મળી ગઈ છે. અય્યરે તાજેતરમાં KKRને IPL ટાઇટલ જીતવામાં મદદ કરી હતી. તે જ સમયે કેએલ રાહુલ પણ આ ટૂર્નામેન્ટ દરમિયાન ફોર્મમાં જોવા મળી રહ્યો છે.
ભારતની ODI ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ કેપ્ટન), વિરાટ કોહલી, કેએલ રાહુલ (વિકેટકીપર), ઋષભ પંત (વિકેટકીપર), શ્રેયસ અય્યર, શિવમ દુબે, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, વોશિંગ્ટન સુંદર, અર્શદીપ સિંહ , રિયાન પરાગ, અક્ષર પટેલ, ખલીલ અહેમદ, હર્ષિત રાણા.