World Cup 2023: ભારતીય ટીમે પાકિસ્તાનને 7 વિકેટે હરાવ્યું હતું. આ શાનદાર જીત બાદ ટીમ ઈન્ડિયા પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી ગઈ છે. ભારતીય ટીમના 3 મેચમાં 6 પોઈન્ટ છે. જો કે, ન્યુઝીલેન્ડના પણ 3 મેચમાં 6 પોઈન્ટ છે, પરંતુ સારા નેટ રન રેટના કારણે ભારતીય ટીમ પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે. આ સાથે જ ન્યૂઝીલેન્ડની ટીમ પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને સરકી ગઈ છે. ભારત અને ન્યુઝીલેન્ડ બાદ દક્ષિણ આફ્રિકા ત્રીજા સ્થાને છે. દક્ષિણ આફ્રિકાના 2 મેચમાં 4 પોઈન્ટ છે.


પાકિસ્તાનનો નેટ રન રેટ પણ ખરાબ થયો


ભારતીય ટીમનો નેટ રન રેટ +1.821 છે. જ્યારે ન્યુઝીલેન્ડનો નેટ રન રેટ +1.604 છે. જોકે, ભારત સિવાય ન્યુઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા ટોપ-3માં છે. જો કે આ હાર છતાં બાબર આઝમની આગેવાની હેઠળની પાકિસ્તાની ટીમ ચોથા સ્થાને યથાવત છે. પાકિસ્તાનના 3 મેચમાં 4 પોઈન્ટ છે. જ્યારે બાબર આઝમની ટીમનો નેટ રન રેટ -0.137 છે. આ રીતે ભારત સામેની કારમી હાર બાદ પાકિસ્તાનનો નેટ રન રેટ પણ કથળી ગયો છે. પાકિસ્તાન બાદ ઈંગ્લેન્ડની ટીમ પોઈન્ટ ટેબલમાં સ્થાન પર છે.


પોઈન્ટ ટેબલમાં અન્ય ટીમો ?



જોસ બટલરની આગેવાની હેઠળની ઈંગ્લેન્ડની ટીમને તેની પ્રથમ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. જો કે આ પછી ઈંગ્લેન્ડે તેની બીજી મેચ જીતી લીધી હતી. આ રીતે ઈંગ્લેન્ડના 2 મેચમાં 2 પોઈન્ટ છે. બાંગ્લાદેશ પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાને છે. બાંગ્લાદેશના 3 મેચમાં 2 પોઈન્ટ છે. આ પછી શ્રીલંકા, નેધરલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન અનુક્રમે સાતમા, આઠમા, નવમા અને દસમા સ્થાને છે. આ ટીમો ટૂર્નામેન્ટની તેમની પ્રથમ જીતની રાહ જોઈ રહી છે.  




વર્લ્ડ કપની 12મી મેચમાં ભારતે પાકિસ્તાનને સાત વિકેટે હરાવ્યું હતું. ભારતે ટૂર્નામેન્ટમાં સતત ત્રીજી જીત મેળવી છે. ટીમ ઈન્ડિયાની આગામી મેચ 19 ઓક્ટોબરે પુણેમાં બાંગ્લાદેશ સામે થશે. આ સાથે જ પાકિસ્તાનની ટીમ 20મીએ બેંગ્લોરમાં ઓસ્ટ્રેલિયા સામે રમશે. વર્લ્ડકપની આ મેચમાં ટીમ ઈન્ડિયાને 7 વિકેટથી શાનદાર જીત મળી છે. 


અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારતના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પાકિસ્તાનની ટીમ 42.5 ઓવરમાં 191 રનમાં સમેટાઈ ગઈ હતી. જવાબમાં ભારતે 30.3 ઓવરમાં ત્રણ વિકેટે 192 રન બનાવીને મેચ જીતી લીધી હતી. ટીમ ઈન્ડિયાએ વર્લ્ડ કપ ઈતિહાસમાં પાકિસ્તાન સામે જીતનો સિલસિલો યથાવત રાખ્યો છે. વર્લ્ડકપમાં પાકિસ્તાન સામે ભારતની આ 8મી જીત છે.