IND vs SA 3rd ODI : સાઉથ આફ્રિકાએ રોમાંચક મેચમાં ભારતને 4 રને હરાવ્યું

થમ બે મેચ હાર્યા બાદ હવે ક્લીન સ્વીપથી બચવા પ્રયાસ કરી રહેલી ભારતીય ટીમ આજે દક્ષિણ આફ્રિકા સામેની ત્રીજી અને અંતિમ વનડેમાં કેટલાક ફેરફારો સાથે મેદાનમાં ઉતરી શકે છે

gujarati.abplive.com Last Updated: 23 Jan 2022 10:24 PM
સાઉથ આફ્રિકાએ ગુમાવી બે વિકેટ

સાઉથ આફ્રિકા સામે ત્રીજી વન-ડેમાં ટીમ ઇન્ડિયાની શરૂઆત સારી રહી છે. સાઉથ આફ્રિકાની 34 રનમાં બે વિકેટ ઝડપી લીધી છે. દીપક ચહરે પ્રથમ સફળતા અપાવી હતી. તે સિવાય બવુમા આઠ રને રનઆઉટ થયો હતો. 

ભારતીય બોલરો આફ્રિકાના બેટ્સમેનોને કાબુમાં ન રાખી શક્યા

રવિચંદ્રન અશ્વિન જેવા અનુભવી બોલરો અને ખાસ કરીને ભુવનેશ્વર કુમાર રાસી વેન ડેર ડુસેન, જાનેમન મલાન અને ક્વિન્ટન ડી કોક જેવા દક્ષિણ આફ્રિકાના બેટ્સમેનોને પડકાર ફેંકી શક્યા નહીં. પ્રથમ બે મેચની નિષ્ફળતા પછી તમામ વ્યૂહાત્મક ચાલ માટે મુખ્ય કોચ રાહુલ દ્રવિડ આગામી મેચમાં આક્રમણને સુધારવા માટે જયંત યાદવ અને દીપક ચહરનો પ્રયાસ કરી શકે છે.

બ્રેકગ્રાઉન્ડ

IND vs SA:  પ્રથમ બે મેચ હાર્યા બાદ હવે ક્લીન સ્વીપથી બચવા પ્રયાસ કરી રહેલી ભારતીય ટીમ આજે દક્ષિણ આફ્રિકા સામેની ત્રીજી અને અંતિમ વનડેમાં કેટલાક ફેરફારો સાથે મેદાનમાં ઉતરી શકે છે. પ્રથમ બે મેચમાં ભારતીય ટીમની રણનીતિ સંપૂર્ણપણે નિષ્ફળ રહી હતી. બેટ્સમેનો મધ્ય ઓવરોમાં મોટી ભાગીદારી કરવામાં નિષ્ફળ રહ્યા હતા જ્યારે જસપ્રીમ બુમરાહને બાદ કરતા બાકીના ભારતીય બોલરોએ નિરાશાજનક પ્રદર્શન કર્યું હતું અને તેમની બોલિંગ ક્લબ-ક્લાસ દેખાતી હતી. આ બંને મેચમાં ભારતીય બોલરો માત્ર સાત વિકેટ લઈ શક્યા હતા. પ્રથમ મેચમાં ચાર અને બીજી મેચમાં ત્રણ વિકેટ ઝડપી હતી.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.