India playing 11 Champions Trophy 2025: BCCI દ્વારા ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવતાની સાથે જ પ્લેઈંગ ઈલેવન પણ લગભગ નક્કી થઈ ગઈ છે. કેપ્ટન રોહિત શર્મા અને ચીફ સિલેક્ટર અજીત અગરકરે પ્રેસ કોન્ફરન્સમાં ટીમની જાહેરાત સાથે સંભવિત પ્લેઈંગ ઈલેવન વિશે પણ સંકેત આપ્યા હતા.


ચેમ્પિયન્સ ટ્રોફીમાં શુભમન ગિલને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે, જે સ્પષ્ટ કરે છે કે રોહિત શર્મા અને શુભમન ગિલ ઓપનિંગ કરશે. વિરાટ કોહલી ત્રીજા નંબરે રમશે, એ વાત પણ નિશ્ચિત છે. પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યા અનુસાર, શ્રેયસ અય્યર મિડલ ઓર્ડરમાં એટલે કે ચોથા નંબરે રમશે.


વિકેટકીપર તરીકે ઋષભ પંત અને કેએલ રાહુલ બંનેની પસંદગી થઈ છે, પરંતુ રોહિત શર્માએ સ્પષ્ટ કર્યું કે કેએલ રાહુલ પ્રથમ પસંદગીનો વિકેટકીપર રહેશે અને તે પાંચમા નંબરે રમશે. હાર્દિક પંડ્યા છઠ્ઠા ક્રમે રમશે.


ટોપ-6 બેટ્સમેનોમાં કોઈ ફેરફારની શક્યતા નથી. જો કે, ત્યાર પછીનું ચિત્ર થોડું અસ્પષ્ટ છે. ટીમના સિલેક્શનને જોતા એવું લાગી રહ્યું છે કે કેપ્ટન રોહિત પીચને ધ્યાનમાં રાખીને આઠમા નંબર સુધી બેટિંગ ઈચ્છે છે અને સ્પિન બોલિંગના વિકલ્પો પણ વધારવા માંગે છે. તેથી, સાતમા નંબરે રવિન્દ્ર જાડેજા અને આઠમા નંબરે અક્ષર પટેલ અથવા વોશિંગ્ટન સુંદરમાંથી કોઈ એકને તક મળી શકે છે.


ફાસ્ટ બોલિંગની વાત કરીએ તો, જો જસપ્રિત બુમરાહ ફિટ હશે તો તે ચોક્કસપણે રમશે, પરંતુ જો તે ફિટ નહીં હોય તો તેના સ્થાને અર્શદીપ સિંહને ટીમમાં સામેલ કરવામાં આવશે. મોહમ્મદ શમીનું રમવું પણ નિશ્ચિત છે.


ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે સંભવિત પ્લેઈંગ ઈલેવન: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર/અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ/અર્શદીપ સિંહ, મોહમ્મદ શમી


આ પ્લેઈંગ ઈલેવન મોટાભાગે નિશ્ચિત છે, પરંતુ પીચ અને પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને તેમાં થોડો ફેરફાર થઈ શકે છે.


ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતની ટીમ:


રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ-કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ, યશસ્વી જયસ્વાલ, ઋષભ પંત, રવિન્દ્ર જાડેજા.


આ પણ વાંચો....


ચેમ્પિયન્સ ટ્રોફી 2025: પ્રેસ કોન્ફરન્સની 5 મહત્વની બાબતો, મળી જશે દરેક સવાલના જવાબ