વેસ્ટ ઇન્ડિઝ સામેની વન-ડે સીરિઝ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. બીસીસીઆઇએ ટીમ ઇન્ડિયાની જાહેરાત કરી હતી. શિખર ધવનને ટીમ ઇન્ડિયાની કેપ્ટનશીપ સોંપવામાં આવી છે. જ્યારે ગુજરાતી ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને ટીમનો વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે.
ઈંગ્લેન્ડમાં યોજાનારી T20 અને ODI શ્રેણી બાદ ટીમ ઇન્ડિયા વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે જવાની છે, જ્યાં ત્રણ વન-ડે રમવાની છે. BCCI દ્વારા બુધવારે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં રોહિત શર્મા, વિરાટ કોહલી, કેએલ રાહુલ, ઋષભ પંત, જસપ્રિત બુમરાહ જેવા સિનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે. વેસ્ટ ઈન્ડિઝ સામેની ODI શ્રેણી માટે ટીમ ઈન્ડિયા શિખર ધવન (કેપ્ટન), રવિન્દ્ર જાડેજા (વાઈસ-કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ, શુભમન ગિલ, દીપક હુડા, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ ઐયર, ઈશાન કિશન, સંજુ સેમસન , શાર્દુલ ઠાકુર, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, અવેશ ખાન, પ્રસિદ્ધ ક્રિષ્ના, મોહમ્મદ સિરાજ, અર્શદીપ સિંહ
ભારતનો વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ
પ્રથમ વન-ડે- 22, જૂલાઇ
બીજી વન-ડે- 24, જૂલાઇ
ત્રીજી વન-ડે- 27, જૂલાઇ
પ્રથમ ટી-20- 29, જૂલાઈ
બીજી ટી-20- 1, ઓગસ્ટ
ત્રીજી ટી-20- 2, ઓગસ્ટ
ચોથી ટી-20- 6, ઓગસ્ટ
પાંચમી ટી20- 7, ઓગસ્ટ
હાલમા ફક્ત વન-ડે સીરિઝ માટેની ટીમની જાહેરાત કરવામાં આવે છે. એવી આશા રાખવામાં આવી રહી છે કે સિનિયર ખેલાડીઓ પાંચ મેચની T20 શ્રેણી માટે વાપસી કરી શકે છે. કારણ કે ટી-20 વર્લ્ડ કપની તૈયારી માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ સીરિઝ છે.