ICC Test Ranking: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે એજબેસ્ટૉનમાં રમાયેલી પાંચમી ટેસ્ટ બાદ આઇસીસીના ટેસ્ટ રેન્કિંગમાં મોટો ફેરફાર થયો છે. આ ફેરફારથી ભારતને એકબાજુ ફાયદો તો બીજીબાજુ નુકસાન થયુ છે. એકબાજુ ભારતીય ટીમના તોફાવી વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતે મોટી છલાંગ લગાવી છે, તો બીજીબાજુ રન મશીન વિરાટ કોહલી ટૉપ 10માંથી બહાર થઇ ગયો છે, કોહલીને ચાર સ્થાનનુ નુકશાન થયુ છે. 


આઇસીસીના તાજા ટેસ્ટ રેન્કિંગની વાત કરીએ તો, ઋષભ પંત પહેલીવાર ટૉપ 10માં જગ્યા બનાવવામાં સફળ રહ્યો છે, જ્યારે બન્ને ઇનિંગમાં સદીઓ ફટકારનારા ઇંગ્લિશ બેટ્સમેન જૉની બેયરર્સ્ટૉએ પણ ટૉપ 10માં જગ્યા બનાવી લીધી છે. ઇંગ્લેન્ડના જૉ રૂટ આ રેન્કિંગમાં પ્રથમ સ્થાન પર યથાવત છે. ખાસ વાત છે કે, કોહલીને ચાર સ્થાનનુ નુકસાન થયુ છે અને તે હવે 13માં સ્થાન પર પહોંચી ગયો છે, દુઃખદ વાત છે કે, કોહલી 6 વર્ષમાં પહેલીવાર ટૉપ 10માંથી બહાર થઇ ગયો છે. 






પંત માટે એજબેસ્ટૉન ટેસ્ટ યાદગાર રહી, તેને બન્ને ઇનિંગમાં શાનદાર બેટિંગ કરી, પ્રથમ ઇનિંગમાં 111 બૉલમાં 146 રન બનાવ્યા તો બીજી ઇનિંગમાં 57 રન બનાવ્યા હતા. આ શાનદાર રમતના સહારે પંતને હવે પાંચ સ્થાનનો ફાયદો મળ્યો છે અને 801ના રેટિંગ પૉઇન્ટ સાથે ટેસ્ટ રેન્કિંગમાં પાંચમા નંબર પર પહોંચી ગયો છે.






જૉ રૂટે પ્રથમ સ્થાને  - 
ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન જૉ રૂટ બેટ્સમેનોની રેન્કિંગમાં ટૉપ પર યથાવત છે. તેને એજબેસ્ટૉનની ચોથી ઇનિંગમાં 142 રન બનાવીને પોતાન કેરિયરની સર્વોચ્ચ રેટિંગ 923 રેટિંગ હાંસલ કરી લીધી છે. આની સાથે જ તે આઇસીસી રેન્કિંગ ઇતિહાસમાં ટૉપ 20 સર્વોચ્ચ રેટેડ બેટ્સમેનોની એલિટ લિસ્ટમાં સામેલ થઇ ગયો છે.


 


 


આ પણ વાંચો........ 


રાજ્યમાં ચાર દિવસ સાર્વત્રિક ભારે વરસાદની આગાહી, NDRF અને SDRFની કુલ 10 ટીમો તૈનાત


Gujarat Rain: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 219 તાલુકામાં વરસાદ, સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક મેઘમહેર


Astrology: શનિનું થશે રાશિ પરિવર્તન, આ રાશિના જાતકનો નવી નોકરી અને પ્રમોશન માટેનો ઇંતેજાર થશે ખતમ


LPG Cylinder Price Hike: આમ આદમીને મોંઘવારીનો મોટો ઝાટકો, LPGની કિંમતમાં થયો મોટો વધારો


India Corona Cases Today: દેશમાં કોરોના કેસમાં ફરી થયો વધારો, દૈનિક પોઝિટિવિટી રેટ 3.56 ટકા


Educational News: ગુજરાતની આ જાણીતી યુનિવર્સિટીમાં હિન્દુત્વનો ગ્રેજ્યુએશન કોર્સ થશે શરૂ, સમગ્ર ભારતમાં હશે પ્રથમ સ્નાતક કોર્સ


Fengshui Tips for Money: ધનને આકર્ષવા માટે ફેંગસૂઇની આ ટિપ્સને અનુસરો, વૈભવમાં થઇ જશો માલામાલ