India skipper Rohit Sharma: ભારતીય કેપ્ટન રોહિત શર્માએ બાર્બાડોસના બીચ પર ICC મેન્સ T20 વર્લ્ડ કપ ટ્રોફી સાથે પોઝ આપ્યા હતા. બીસીસીઆઈએ તેના સત્તાવાર એક્સ હેન્ડલ પર તેની તસવીરો શેર કરી હતી. નોંધનીય છે કે ભારતીય ટીમ T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને ચેમ્પિયન બની હતી.  આ બીજી વખત હતું જ્યારે ટીમ ઇન્ડિયાએ T20 વર્લ્ડ કપની ટ્રોફી ઉપાડી હતી. જ્યારે રોહિત શર્મા એમએસ ધોની અને કપિલ દેવ પછી ICC ટ્રોફી જીતનાર ત્રીજો ભારતીય કેપ્ટન બન્યો હતો. ICCએ રોહિત શર્માને T20 વર્લ્ડ કપ 2024ની ટીમમાં પણ સામેલ કર્યો છે.






આ મેચ બાદ ભારતીય કેપ્ટન રોહિત શર્માનું ફોટોશૂટ બાર્બાડોસના દરિયા કિનારે કરવામાં આવ્યું હતું. આ પહેલા ભારતીય કેપ્ટને ચેમ્પિયન બન્યાના બીજા દિવસની મોનિંગનો ફોટો શેર કર્યો હતો. જ્યારે રોહિત સવારે ઉઠ્યો ત્યારે તેની પાસે તે ટ્રોફી હતી જેનું તેણે વર્ષોથી સપનું જોયું હતું. આ ફોટો ચાહકોમાં ખૂબ જ ઝડપથી વાયરલ થયો હતો. 


આઇસીસી ટી-20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા અત્યાર સુધી ભારત પહોંચી શકી નથી. બાર્બાડોસમાં દક્ષિણ આફ્રિકા સામેની રોમાંચક ફાઇનલમાં ભારતે જીત મેળવીને ટ્રોફી જીતી હતી. હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલી ચક્રવાતની ચેતવણીને કારણે બાર્બાડોસના મામ એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યા છે. જેના કારણે તમામ ફ્લાઈટ્સ પણ રદ કરવામાં આવી છે. ભારતીય ટીમને હોટલના રૂમમાં બંધ રહેવાની ફરજ પડી છે. ભારતીય ટીમના ચાહકો ખેલાડીને લઈને ચિંતિત છે. ભારતીય રાષ્ટ્રીય ક્રિકેટ ટીમના છ ખેલાડીઓએ ICC T20 વર્લ્ડ કપ 2024ની ટીમ ઓફ ધ ટુર્નામેન્ટમાં સ્થાન મેળવ્યું છે. રોહિત શર્માને ટીમ ઓફ ધ ટુર્નામેન્ટનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. રોહિત ઉપરાંત સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, જસપ્રીત બુમરાહ અને અર્શદીપ સિંહ એવા ખેલાડીઓ છે જેમણે આઇસીસી ટી-20 વર્લ્ડકપ 2024ની ટીમ ઓફ ધ ટુર્નામેન્ટમાં સ્થાન મેળવ્યું છે.