Team India New Captain T20 WC 2024: ટી20 વર્લ્ડ કપ 2024માં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત થઈ છે. હવે આ ખિતાબ જીત્યા બાદ કેપ્ટન રોહિત શર્માએ આ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. રોહિત પછી ટી-20માં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન કોણ હશે તે સવાલનો જવાબ હજુ મળ્યો નથી. ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે 6 જુલાઈથી સિરીઝ રમાવાની છે. આ શ્રેણી માટે શુભમન ગિલને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. પરંતુ તે નિયમિત કેપ્ટન નથી. આ પદ માટે બે ખેલાડીઓ દાવેદાર છે. હાર્દિક પંડ્યા અથવા ઋષભ પંતને આ જવાબદારી મળી શકે છે. હાર્દિક પંડયા અત્યારે ટીમ ઇન્ડિયાનો વાઇસ કેપ્ટન છે. 


હવે પછી ટીમ ઈન્ડિયા 6 જુલાઈથી ઝિમ્બાબ્વે વિરુદ્ધ T20 સિરીઝ રમશે. આ શ્રેણી માટે શુભમન ગિલને ભારતનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. પરંતુ ગિલ એ કાયમી કેપ્ટન નથી. તેથી ભારતીય ટીમ આ જવાબદારી નવા ખેલાડીને સોંપી શકે છે. ટીમ ઈન્ડિયા પર નજર કરીએ તો હાર્દિક પંડ્યા પ્રબળ દાવેદાર છે. આ યાદીમાં રિષભ પંતનું નામ પણ સામેલ છે. પંડ્યાએ ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરી છે. જ્યારે પંત આઈપીએલમાં દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન છે. તેથી તેની પાસે પણ અનુભવ છે.


પંડ્યાને આગામી ટી20 સિરિઝમાં કેપ્ટન બનાવવામાં આવી શકે છે 
પંડ્યાની વાત કરીએ તો તે અનુભવી ખેલાડી છે. તેણે ઘણી વખત ભારત માટે શાનદાર પ્રદર્શન કર્યું છે. T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલમાં હાર્દિકે જોરદાર પ્રદર્શન કર્યું હતું. જો આપણે પંડ્યાના કેપ્ટનશિપના રેકોર્ડ પર નજર કરીએ તો તે સારો રહ્યો છે. પંડ્યાએ 2022-23માં 16 મેચમાં ભારતની કેપ્ટનશિપ કરી છે. આ સાથે જ ગુજરાત ટાઇટન્સને IPLમાં ચેમ્પિયન બનાવ્યું છે. ભારતીય ટીમ આગામી કેપ્ટન તરીકે પંડ્યાને પસંદ કરી શકે છે. કારણ કે તે પ્રબળ દાવેદાર છે.હાર્દિક પંડયા અત્યારે ટીમ ઇન્ડિયાનો વાઇસ કેપ્ટન પણ છે.


પંતને પણ મળી શકે મોકો છે.
રિષભ પંતનું અત્યાર સુધીનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. ઈજામાંથી પરત ફર્યા બાદ તેણે વર્લ્ડ કપમાં ઘણું સારું પ્રદર્શન કર્યું છે. પંત આઈપીએલમાં દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન પણ છે. તેનો કેપ્ટનશિપનો રેકોર્ડ ખૂબ સારો રહ્યો છે. ટીમ ઈન્ડિયા પંતને કેપ્ટનશીપ આપવા પર પણ એકવાર વિચાર કરી શકે છે.