India Squad Announced: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ 2023 બોર્ડર-ગાવસ્કર શ્રેણીની છેલ્લી બે ટેસ્ટ અને વન ડે સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી છે. જાણો ટીમ ઈન્ડિયામાં કયા ખેલાડીઓને સ્થાન મળ્યું છે. રવિવારે દિલ્હી ટેસ્ટ જીત્યાના થોડા કલાકો બાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ટીમની જાહેરાત કરી હતી. સીરીઝની શરૂઆતની વનડેમાં ઓપનર રોહિત શર્મા સુકાની પદ સંભાળશે નહીં. આ જાણકારી BCCI દ્વારા જ આપવામાં આવી છે.
ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ત્રીજી અને ચોથી ટેસ્ટ માટે ભારતની ટીમ
રોહિત શર્મા (સી), કેએલ રાહુલ, એસ ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, કેએસ ભરત (વિકેટ કિપર), ઈશાન કિશન (વિકેટ કિપર), આર અશ્વિન, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, આર જાડેજા, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, શ્રેયસ ઐયર , સૂર્યકુમાર યાદવ , ઉમેશ યાદવ , જયદેવ ઉનડકટ
ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ભારતની વન ડે ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), એસ ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ, કેએલ રાહુલ, ઈશાન કિશન (wk), હાર્દિક પંડ્યા (વાઈસ કેપ્ટન), આર જાડેજા, કુલદીપ યાદવ,વોશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ , ઉમરાન મલિક, શાર્દુલ ઠાકુર, અક્ષર પટેલ, જયદેવ ઉનડકટ
તમને જણાવી દઈએ કે, રોહિત શર્મા કોઈ પારિવારિક કારણોસર પ્રથમ વન ડે નહીં રમે, તેની જગ્યાએ હાર્દિક પંડ્યા પ્રથમ વનડેમાં ટીમનું નેતૃત્વ કરશે. ઈશાન કિશનને વિકેટકીપર તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. રવિન્દ્ર જાડેજાને પણ જગ્યા આપવામાં આવી છે પરંતુ અશ્વિન ટીમનો ભાગ બનાવવામાં આવ્યો નથી. કુલદીપ યાદવ અને યુઝવેન્દ્ર ચહલ, બંને સ્પિનરોને ટીમમાં તક આપવામાં આવી છે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે શ્રેણીની પ્રથમ વનડે 17 માર્ચે મુંબઈમાં રમાશે. આ પછી બીજી વનડે 19 માર્ચે વિશાખાપટ્ટનમમાં રમાશે જ્યારે ત્રીજી અને અંતિમ વનડે 22 માર્ચે ચેન્નાઈમાં રમાશે. આ પહેલા સિરીઝની ત્રીજી ટેસ્ટ મેચ 1 માર્ચથી ઈન્દોરમાં રમાવાની છે. શ્રેણીની ચોથી અને અંતિમ ટેસ્ટ મેચ 9 માર્ચથી અમદાવાદમાં શરૂ થશે.