India vs West Indies 2022: ભારતીય ટીમનો ઈંગ્લેન્ડ પ્રવાસ પુરો થઈ ચૂક્યો છે અને હવે વિન્ડિઝ પ્રવાસની તૈયારીઓ શરુ થઈ ગઈ છે. ભારતીય ટીમ (ટીમ ઈન્ડિયા)ને વેસ્ટ ઈન્ડિઝ સામે ત્રણ મેચની વન-ડે શ્રેણી અને પાંચ મેચની ટી-20 શ્રેણી રમવાની છે. આ પ્રવાસ 22 જુલાઈથી શરૂ થશે અને 7 ઓગસ્ટે સમાપ્ત રહેશે. અહીંની એક ખાસ વાત એ છે કે આ તમામ 8 મેચ કોઈ પણ પ્રાઈવેટ સેટેલાઈટ ચેનલ પર ટેલિકાસ્ટ નહીં થાય.


ભારત-વેસ્ટ ઇન્ડીઝની વન-ડે સિરીઝની પ્રથમ મેચ ક્યાં રમાશે?


આ મેચ વેસ્ટ ઈન્ડિઝના પોર્ટ ઓફ સ્પેનમાં રમાશે.


ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે પ્રથમ વનડે મેચ ક્યારે શરૂ થશે?


આ મેચ 22 જુલાઈએ ભારતીય સમયાનુસાર સાંજે 7 વાગ્યે શરૂ થશે.


ભારત વિરુદ્ધ વેસ્ટ ઇન્ડીઝની પ્રથમ વનડેનું કઈ ચેનલ પર જીવંત પ્રસારણ થશે?


આ મેચનું ડીડી સ્પોર્ટ્સ પર જીવંત પ્રસારણ કરવામાં આવશે.


તમે આ મેચનું લાઇવ સ્ટ્રીમિંગ ક્યાં જોઈ શકો છો?


આ મેચનું લાઇવ સ્ટ્રીમિંગ ફેનકોડ એપ પર જોઇ શકાય છે.


શું ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચેની તમામ 8 મેચોનો સમય અને ટેલિકાસ્ટ ચેનલ એક જ રહેશે?


ભારત અને વિન્ડિઝ વચ્ચેની વન ડે શ્રેણીની ત્રણેય મેચ સાંજે 7 વાગ્યે ટેલિકાસ્ટ થશે અને ટી-20 સિરિઝની પાંચ મેચનું ટેલિકાસ્ટ રાત્રે 8 વાગ્યે થશે. તમામ મેચ ડીડી સ્પોર્ટ્સ પર ટેલિકાસ્ટ કરવામાં આવશે અને તેમનું લાઇવ સ્ટ્રીમિંગ ફક્ત ફેનકોડ એપ્લિકેશન પરથી જ થશે.




વન-ડે શ્રેણીનો કાર્યક્રમ



  • પ્રથમ વન-ડે - 22 જુલાઈ (ત્રિનિદાદ)

  • બીજી વન-ડે - 24 જુલાઈ (ત્રિનિદાદ)

  • ત્રીજી વન-ડે - 27 જુલાઈ (ત્રિનિદાદ)


ટી-20 શ્રેણીનો કાર્યક્રમ-



  • પ્રથમ ટી20 - 29 જુલાઈ (ત્રિનિદાદ)

  • બીજી ટી-20- 01 ઓગસ્ટ (સેન્ટ કિટ્સ)

  • ત્રીજી ટી-20- 02 ઓગસ્ટ (સેન્ટ કિટ્સ)

  • ચોથી ટી20 - 06 ઓગસ્ટ, લૌડરહિલ, ફ્લોરિડા

  • પાંચમી ટી-20- 07 ઓગસ્ટ લાઉડરહિલ, ફ્લોરિડા.