India U-19 WC: વેસ્ટ ઇન્ડિઝમાં અંડર-19 વર્લ્ડકપ રમવા પહોંચેલી ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ટીમ ઇન્ડિયાના છ ખેલાડીઓનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. જેમાં કેપ્ટન યશ ઢુલનો પણ સમાવેશ થાય છે.


આ કારણથી બુધવારે રમાયેલી યશ ઢુલ મેદાન પર ઉતર્યો નહોતો અને આ કારણે નિશાંત સિંધુએ કેપ્ટનશીપ સંભાળી હતી. ભારતીય ટીમ બુધવારે આયરલેન્ડ વિરુદ્દ પોતાની મેચ રમી રહી છે.


એક રિપોર્ટ અનુસાર, કેપ્ટન યશ ઢુલ, વાઇસ કેપ્ટન એસકે રાશિદ સહિત છ ખેલાડીઓ હવે આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. માનવામાં આવી રહ્યું છે ટીમ ઇન્ડિયાના કેટલાક અન્ય ખેલાડીઓને પણ આઇસોલેટ કરાયા છે. આયરલેન્ડ વિરુદ્ધ ભારતને પ્લેઇંગ-11 તૈયાર કરવામાં ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.


નોંધનીય છે કે ટીમ ઇન્ડિયાએ પોતાના મિશનની શરૂઆત જીતની સાથે કરી હતી. તે પોતાના ગ્રુપમાં હાલમાં ટોપ પર છે. બુધવારે ભારતીય ટીમ આયરલેન્ડ વિરુદ્ધ મેચ રમી રહી છે અને 22 જાન્યુઆરીના રોજ યુગાન્ડા વિરુદ્ધ મેચ રમશે.


એક સૂત્રએ કહ્યું હતું કે કેટલાક ખેલાડીઓ પોઝિટીવ ખેલાડીઓના સંપર્કમાં આવ્યા હતા. આ કારણથી તેઓને આઇસોલેટ કરવામાં આવ્યા છે. આયરલેન્ડ જેવી નબળી ટીમ વિરુદ્ધ મેચે મેનેજમેન્ટને મદદ કરી હતી. ટીમ આગામી મેચમાં કોઇ જોખમ ઉઠાવવા માંગતી નથી. ટીમે પ્રથમ મેચમાં સાઉથ આફ્રિકાને હાર આપી હતી. ભારતે સૌથી વધુ ચાર વખત અંડર-19 વર્લ્ડકપ જીત્યો છે.


 


Budget 2022: પગારદાર વર્ગને બજેટમાં નાણામંત્રી પાસેથી આ અપેક્ષાઓ છે, 80Cમાં કર મુક્તિ વધવાની આશા


ઓમિક્રોનના લો રિસ્ક અને હાઈરિસ્ક દર્દીને કેવી રીતે આપવાની રહેશે સારવાર? આરોગ્ય વિભાગે આપી મોટી માહિતી


બજારમાંથી બનાવેલ સ્માર્ટ આધાર કાર્ડ માન્ય નહીં રહે, જાણો UIDAI એ શું કહ્યું.....


માત્ર ધુમ્રપાનના કારણે વીમા કંપની કેન્સરનો દાવો નકારી શકે નહીં, જાણો કોણે આપ્યો ચુકાદો