India U19 squad for Tour of England 2025: ભારતીય સિનિયર ક્રિકેટ ટીમ જૂનમાં ઈંગ્લેન્ડનો પ્રવાસ કરશે. ભારતની અંડર-19 ટીમ પણ આ મહિને ઇંગ્લેન્ડનો પ્રવાસ કરશે. આ માટે BCCI એ ટીમની જાહેરાત કરી છે. IPL 2025 માં CSK વતી રમનાર આયુષ મ્હાત્રેને ટીમની કમાન સોંપવામાં આવી છે. IPLમાં 35 બોલમાં સદી ફટકારનાર 14 વર્ષીય વૈભવ સૂર્યવંશીને પણ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે.

 

ગુરુવારે જારી કરાયેલા એક નિવેદનમાં, BCCI એ જણાવ્યું હતું કે, "જુનિયર ક્રિકેટ સમિતિએ 24 જૂનથી 23 જુલાઈ, 2025 સુધીના ઇંગ્લેન્ડના આગામી પ્રવાસ માટે ભારતની અંડર-19 ટીમની પસંદગી કરી છે. આ પ્રવાસમાં 50 ઓવરની પ્રેક્ટિસ મેચ, ત્યારબાદ પાંચ મેચની ODI શ્રેણી અને ઇંગ્લેન્ડ અંડર-19 સામે બે મલ્ટી-ડે મેચનો સમાવેશ થાય છે."

ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતની U19 ટીમમાં ખેલાડીઓનો સમાવેશ

આયુષ મ્હાત્રે (કેપ્ટન), વૈભવ સૂર્યવંશી, વિહાન મલ્હોત્રા, મૌલ્યરાજ સિંહ ચાવડા, રાહુલ કુમાર, અભિજ્ઞાન કુંડુ (વાઈસ-કેપ્ટન અને વિકેટકીપર), હરવંશ સિંહ (વિકેટકીપર), આરએસ એમ્બ્રીસ, કનિષ્ક ચૌહાણ, ખિલાન પટેલ, હેનીલ પટેલ, યુધ્ધાજિત ગુરૂ, પ્રવિણેન્દ્ર ગુરૂ, પ્રજ્ઞાચક્ષુ, એન. અનમોલજીત સિંહ.

સ્ટેન્ડબાય ખેલાડીઓ: નમન પુષ્પક, ડી દિપેશ, વેદાંત ત્રિવેદી, વિકલ્પ તિવારી, અલંકૃત રાપોલ (વિકેટકીપર).

ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતીય અંડર-19 ટીમનો કાર્યક્રમ

મંગળવાર, 24 જૂન - 50 ઓવરની વોર્મ-અપ મેચશુક્રવાર, 27 જૂન - પહેલી વનડેસોમવાર, 30 જૂન - બીજી વનડેબુધવાર, 2 જુલાઈ - 3જી વનડેશનિવાર, 5 જુલાઈ - ચોથી વનડેસોમવાર, 7 જુલાઈ - 5મી વનડે12 થી 15 જુલાઈ - પ્રથમ મલ્ટી-ડે મેચ20 થી 23 જુલાઈ – બીજી મલ્ટી-ડે મેચ

ભારતીય ટેસ્ટ ટીમની ટૂંક સમયમાં જાહેરાત થશે

ભારતની પુરૂષ સિનિયર ક્રિકેટ ટીમ પણ ઇંગ્લેન્ડનો પ્રવાસ કરશે, જ્યાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ શ્રેણી રમાશે. બીસીસીઆઈ પણ ટૂંક સમયમાં પોતાની ટીમની જાહેરાત કરવા જઈ રહી છે. રોહિત શર્માની નિવૃત્તિ પછી, બોર્ડ નવા કેપ્ટનની શોધમાં છે, જેના માટે જસપ્રીત બુમરાહ અને શુભમન ગિલના નામ આગળ આવી રહ્યા છે. આ ઉપરાંત વિરાટ કોહલીના વિકલ્પ તરીકે પણ અનેક ખેલાડી લાઈનમાં છે.