ટી20 વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા સામે ટી20 સીરીઝ રમવા જઈ રહી છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 20 સપ્ટેમ્બરે મોહાલીમાં પ્રથમ T20 મેચ રમાશે. ટીમ ઈન્ડિયા આ મેચ માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. મોહમ્મદ શમીને સીરીઝ પહેલા જ કોરોના થયો હતો, આવી સ્થિતિમાં તે પણ સીરીઝમાંથી બહાર છે. આવી સ્થિતિમાં, મોહાલીમાં યોજાનારી ટી-20માં ભારત કઇ પ્લેઇંગ-11 સાથે રમશે તેના પર સૌની નજર છે.






કેપ્ટન રોહિત શર્મા પહેલા જ કહી ચૂક્યો છે કે પ્રયોગ અને તૈયારીનો સમય પૂરો થઈ ગયો છે, હવે તમામ યોજનાઓને અમલમાં મુકવાનો વારો છે.


ઉમેશ યાદવને તક મળવી મુશ્કેલ


મોહમ્મદ શમીના સ્થાને ટીમમાં સામેલ કરાયેલા ઉમેશ યાદવ માટે પ્લેઇંગ-11માં જગ્યા બનાવવી મુશ્કેલ છે. કારણ કે ટીમ ઈન્ડિયા માત્ર ચાર બોલરો સાથે આગળ વધી રહી હોય તેવું લાગી રહ્યું છે, આ સિવાય ઓલરાઉન્ડર પણ ટીમ સાથે જોડાશે.






જો કે, ઋષભ પંત અને દિનેશ કાર્તિક બેમાંથી કોને સ્થાન મળે છે તે મહત્વનું રહેશે. T20 ફોર્મેટમાં રિષભ પંતના પ્રદર્શનને કારણે તેને પ્લેઈંગ-11માં સ્થાન મળતું નથી. જો કે, ડાબા હાથના બેટ્સમેન તરીકે તેને તક મળી શકે છે. કેપ્ટન રોહિત શર્મા 7+4 કે 6+5 ફોર્મ્યુલાથી આગળ વધે છે કે નહી તેના પર બધુ નિર્ભર છે. કારણ કે જો સાત બેટ્સમેનને રમાડવામાં આવે તો હાર્દિક પંડ્યાએ સંપૂર્ણ ચાર ઓવર ફેંકવી પડશે.


ટીમ ઇન્ડિયાની સંભવિત પ્લેઇંગ ઇલેવન


રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, વિરાટ કોહલી,સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક, રવિચંદ્રન અશ્વિન, જસપ્રિત બુમરાહ, હર્ષલ પટેલ, ભુવનેશ્વર કુમાર, યુઝવેન્દ્ર ચહલ.


આ પણ વાંચોઃ


SAT20 League: સાઉથ આફ્રીકા ક્રિકેટ લીગની હરાજીમાં છવાઈ SRHની CEO કાવ્યા મારન, ફોટો વાયરલ


IND vs AUS: બુમરાહ-સ્મિથ થી લઈને ફિંચ-ભુવી સુધી, પ્રથમ ટી20માં આ ખેલાડીઓ વચ્ચે ટક્કર થશે


T20 World Cup 2022: T20 વર્લ્ડ કપ માટે પાકિસ્તાનની નવી જર્સીનો ફોટો લીક, લોકોએ મજાક ઉડાવી