પ્રથમ ઓવરમાં જ વિકેટ પડ્યા બાદ મયંક અગ્રવાલ અને ચેતેશ્વર પુજારાએ ધીરજપૂર્વક બેટિંગ કરી હતી. ભારતે પ્રથમ ચોગ્ગો ફટકારવા માટે 10 ઓવર સુધી રાહ જોવી પડી હતી. 10મી ઓવરના અંતિમ બોલ પર મયંક અગ્રવાલે ચોગ્ગો ફટકાર્યો હતો.
પ્રથમ ટેસ્ટ માટે ભારતીય ટીમઃ મંયક અગ્રવાલ, પૃથ્વી શૉ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, હનુમા વિહારી, રિદ્ધિમાન સાહા, આર.અશ્વિન, ઉમેશ યાદવ, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ.
ઓસ્ટ્રેલિયાની ટીમઃ જો બર્ન્સ, મેથ્યુ વેડ, માર્નસ લાબુશાને, સ્ટીવ સ્મિથ, ટ્રેવિસ હેડ, કેમરૂન ગ્રીન, ટીમ પેની, પેટ કમિન્સ, મિશેલ સ્ટાર્ક, નાથન લાયન, જોશ હેઝલવુડ
ભારત અને ઓસ્ટ્રેલિયા ટેસ્ટ સીરિઝનું લાઇવ ટેલિકાસ્ટ Sony Ten 1, Sony Six અને Sony Ten 3 પરથી અને લાઇવ સ્ટ્રીમિંગ Jio TV અને Airtel TV એપ પરથી નીહાળી શકાય છે.