આમ તો સ્ટાર્ક વનડે સીરીઝમાં ભારતીય બેટ્સમેનો સામે ઝઝૂમતો દેખાયો હતો, પરંતુ પિન્ક બૉલથી તે વધુ ખતરનાક સાબિત થઇ શકે છે.
(ફાઇલ તસવીર)
કેમકે પિન્ક બૉલના ઇતિહાસમાં સ્ટાર્ક સૌથી સફળ બૉલર છે. સ્ટાર્કે અત્યાર સુધી 7 ડેનાઇટ ટેસ્ટ રમી છે, અને તેમાં 19.23ની એવરેજથી 42 વિકેટ ઝડપી છે. આ ઉપરાંત સ્ટાર્ક પિન્ક બૉલથી ત્રણ ઘરેલુ મેચ રમતા 17 વિકેટો ચટકાવી ચૂક્યો છે. આંકડા પ્રમાણે જોઇએ તો સ્ટાર્કે દરેક ટેસ્ટમાં છ વિકેટ ખેરવી છે. આના પરથી માની શકાય કે ભારત માટે પિન્ક બૉલથી ખતરનાક સાબિત થઇ શકે છે. આનો વીડિયો પણ વાયરલ થઇ રહ્યો છે.